Multibagger stocks: શેર માર્કેટમાં ઘણા સ્ટોક્સે રોકાણકારોને મોટો ફાયદો કરાવ્યો છે, પરંતુ આજે અમે તમને નિફ્ટી  50 ના ટોપ 5 શેર્સ વિશે જણાવીશું, જેને ફક્ત એક વર્ષના ગાળામાં રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા છે. આ યાદીમાં ટાટાથી માંડીને અદાણી સુધીના તમામના નામ સામેલ છે. આ ઉપરાંત આ યાદીમાં કેટલાક પીસયૂ સ્ટોક્સ પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોપ-5 મલ્ટિબેગર સ્ટોક્સ
આવો, આજે અમે તમને એવા ટોપ-5 મલ્ટિબેગર શેરો વિશે જણાવીશું, જેમણે છેલ્લા એક વર્ષમાં 125 ટકા સુધીનું વળતર આપ્યું છે-


ટાટા મોટર્સના શેરની કિંમત
એક વર્ષ પહેલા ટાટા મોટર્સના શેર રૂ. 458ના લેવલ પર હતા અને છેલ્લા એક વર્ષમાં ટાટા મોટર્સે રોકાણકારોને 121.06 ટકા વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન શેરમાં રૂ. 555.30નો વધારો થયો છે. આ સિવાય YTD સમયમાં આ કંપનીના શેરમાં 28.26 ટકાનો વધારો થયો છે.


બજાજ ઓટો
બજાજ ઓટોના શેરે પણ રોકાણકારોને બમ્પર વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં બજાજ ઓટોના શેરમાં 115.45 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા બજાજ ઓટોનો શેર 4177.40 રૂપિયાના સ્તરે હતો. તે જ સમયે, આ કંપનીના શેરમાં એક વર્ષમાં 4,822.60 રૂપિયાનો વધારો થયો છે. આ સિવાય YTD સમયમાં આ કંપનીનો સ્ટોક 34.31 ટકા વધ્યો છે.


કોલ ઈન્ડિયા શેર પ્રાઇઝ
કોલ ઈન્ડિયાના શેરે પણ માત્ર એક વર્ષમાં રોકાણકારોના નાણાં બમણા કર્યા છે. છેલ્લા એક વર્ષમાં આ PSU કંપનીનો સ્ટોક 103.67 ટકા વધ્યો છે. એક વર્ષ પહેલા આ કંપનીનો સ્ટોક 223.65 રૂપિયાના લેવલ પર હતો. કોલ ઈન્ડિયાના શેરમાં એક વર્ષના ગાળામાં રૂ. 231.85નો વધારો થયો છે. તો બીજી તરફ YTD સમયમાં આ સ્ટોક 19.30 ટકા વધ્યો છે.


એનટીપીસી શેરની કિંમત
છેલ્લા એક વર્ષમાં આ PSU કંપનીનો સ્ટોક 103.79 ટકા વધ્યો છે. એક વર્ષ પહેલા NTP શેરની કિંમત 178.10 રૂપિયાના સ્તરે હતી. એનટીપીસીના શેરમાં એક વર્ષના ગાળામાં રૂ. 184.85નો વધારો થયો છે. આ સિવાય YTD સમયમાં આ કંપનીનો સ્ટોક 17.18 ટકા વધ્યો છે.


અદાણી પોર્ટ્સના શેરની કિંમત
છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ્સના શેરમાં 106.61 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા અદાણી પોર્ટ્સનો શેર રૂ. 653.95ના સ્તરે હતો. આ સિવાય YTD સમયમાં અદાણી પોર્ટ્સનો સ્ટોક 28.94 ટકા વધ્યો છે.