`નીરવ મોદીના ખજાના`નું એક પેઇન્ટિંગ 22 કરોડમાં વેચાયું, હરાજીમાંથી મળ્યા 55 કરોડ
ભાગેડૂ નીરવ મોદીના પેઇન્ટિંગ કલેક્શન પૈકીના 68ની મુંબઇમાં હરાજી થઇ. નીરવ મોદીના કલેક્શનમાંથી માત્ર બે પેઇન્ટિંગ 36 કરોડમાં વેચાઇ છે. એક પેઇન્ટિંગ 22 કરોડમાં તો બીજી પેઇન્ટિંગ 14 કરોડમાં વેચાઇ છે. વીએસ ગાયતોંડેની પેઇન્ટિંગ `Untitled oil on canvas` 22 કરોડમાં વેચાઇ છે, જ્યારે રાજા રવિ વર્માની બનાવેલી પેઇન્ટિંગ `The Maharaja of Tranvancore` 14 કરોડ રૂપિયામાં વેચાઇ છે. 68 પેઇન્ટિંગને હરાજી માટે મુકવામાં આવી હતી જેમાંથી 55 પેઇન્ટિંગ વેચાઇ ગઇ. પેઇન્ટિંગ વેચીને ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 54.58 કરોડ રૂપિયા ભેગા કર્યા છે.
મુંબઇ: ભાગેડૂ નીરવ મોદીની 68 પેઇન્ટિંગના કલેક્શનની મુંબઇમાં હરાજી થઇ. નીરવ મોદીના કલેક્શનમાંથી માત્ર બે પેઇન્ટિંગ 36 કરોડમાં વેચાઇ છે. એક પેઇન્ટિંગ 22 કરોડમાં તો બીજી પેઇન્ટિંગ 14 કરોડમાં વેચાઇ છે. વીએસ ગાયતોંડેની પેઇન્ટિંગ 'Untitled oil on canvas' 22 કરોડમાં વેચાઇ છે, જ્યારે રાજા રવિ વર્માની બનાવેલી પેઇન્ટિંગ "The Maharaja of Tranvancore" 14 કરોડ રૂપિયામાં વેચાઇ છે. 68 પેઇન્ટિંગને હરાજી માટે મુકવામાં આવી હતી જેમાંથી 55 પેઇન્ટિંગ વેચાઇ ગઇ. પેઇન્ટિંગ વેચીને ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 54.58 કરોડ રૂપિયા ભેગા કર્યા છે.
આ ઉપરાંત પેઇન્ટર એફએન સૂઝાની પેઇન્ટિંગ 90 લાખમાં હરાજી થઇ. પેઇન્ટર જોગેન ચૌધરીની 46 લાખ, પેઇન્ટર ભૂપેન ખાખરની 35 લાખ કેકે હૈબ્બરની પેઇન્ટિંગ 40 લાખમાં વેચાઇ છે. આ ઉપરાંત નીરવ મોદીની 11 લક્સરી કારોની પણ હરાજી થશે. નીરવ મોદી પાસે જેટલા કનેક્શન છે તેનાથી સ્પષ્ટ થાય છે કે પેઇન્ટિંગ પ્રત્યે તેની કેટલી દિવાનગી હતી. હરાજીનું આયોજન ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ડિપાર્ટમેન્ટને 95 કરોડની વસૂલી કરવાની છે.
નીરવ મોદી લંડનની જેલમાં બંધ છે. 19 ફેબ્રુઆરીના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી અને 20 ફેબ્રુઆરીના રોજ જિલ્લા ન્યાયાધીશ મેરી માલ્લોનની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી બાદ કોર્ટે તેને 29 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો. નીરવ મોદીને દક્ષિણ પશ્વિમ લંડનની વાંડસ્વર્સ્થ જેલમાં રાખવામાં આવ્યો છે.
નીરવ મોદી લંડનની ગલીઓમાં ખુલ્લેઆમ ફરતો જોવા મળ્યો હતો. બ્રિટનના એક સમાચાર પત્રએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે એશની જીંદગી જીવી રહ્યો છે. તે લંડનમાં પોશ એરિયાના જે એપાર્ટમેન્ટમાં રહે છે તેની કિંમત 70 કરોડની આસપાસ છે. દર મહિનાનું ભાડું ફક્ત 16 લાખ રૂપિયા હતું. તે દરમિયાન નીરવ મોદી જે જેકેટ પહેરેલો જોવા મળી છે તેની કિંમત 10 લાખ રૂપિયાની આસપાસ ગણાવવામાં આવી હતી. સમાચારપત્રએ પોતાના રિપોર્ટમાં એમપણ કહેવામાં આવ્યું હતું કે તેને ફરીથી ડાયમંડનો બિઝનેસ શરૂ કર્યો છે.