નીરવ મોદી

Nirav Modi ના ભાઈ નેહલે અમેરિકામાં ફ્રોડ આચર્યુ, કરોડોના હીરા ચાઉ કરી ગયો, New York માં કેસ

ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના ભાઈ નેહલ મોદી પર દુનિયાની સૌથી મોટી હીરા કંપનીઓમાં જેની ગણના થાય છે તે કંપની સાથે મલ્ટીલેયર્ડ સ્કિમ દ્વારા 2.6 મિલિયન ડોલર એટલે કે લગભગ 19 કરોડ કરતા વધુ રૂપિયાનું ફ્રોડ કરવાનો આરોપ લાગ્યો છે. 

Dec 20, 2020, 03:25 PM IST

ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીની જામીન અરજી સાતમી વખત રદ્દ, હજુ રહેશે જેલમાં

આ પહેલાની સુનાવણીમાં ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીના વકીલોએ કોર્ટને કહ્યું હતુ કે મોદીની માનસિક સ્થિતિ સારી નથી. તે હતાશામા છે. ભારતમાં મોકલવા પર તે આત્મહત્યા કરી શકે છે.
 

Oct 26, 2020, 07:55 PM IST

સંસદમાં મોદી સરકારનું નિવેદન- 5 વર્ષમાં માલ્યા અને નીરવ સહિત 38 લોકો દેશ છોડીને ભાગ્યા

નાણા મંત્રાલયે સંસદને જણાવ્યું કે, વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી સહિત 38 લોકો 2015થી 2019 વચ્ચે દેશ છોડીને ભાગી ગયા છે. 

Sep 14, 2020, 06:03 PM IST

ભાગેડુ મેહુલ ચોક્સીને લાગ્યો બદનામીનો ડર, Netflix ની વેબસીરિઝ પર ઉઠાવ્યો વાંધો

આ વેબસીરિઝમાં ભાગેડુ ઉદ્યોગપતિઓ વિજય માલ્યા (Vijay Mallya) , નીરવ મોદી (Nirav Modi) ની સાથે સાથે બી રાજુ રામલિંગ રાજુ (B Raju Ramaling Raju) ના વિવાદિત કિસ્સાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે

Aug 27, 2020, 10:56 AM IST

મની લોન્ડ્રિંગ કેસ: નીરવ મોદીની પત્ની સામે ઇન્ટરપોલે જારી કરી રેડ કોર્નર નોટિસ

ભારત (India)ના ભાગેડુ નીરવ મોદી (Nirav Modi)ની પત્ની અમી મોદી (Ami Modi) સામે ઇન્ટરપોલ (Interpol)એ મનિ લોન્ડ્રિંગ કેસ (Money-Laundering Cases)માં રેડ કોર્નર નોટીસ (Red corner notice) મોકલી છે. ઇન્ટરપોલે આ નોટિસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate)ની પંજાબ નેશનલ બેંક (Punjab National Bank) સાથે 13,500 કરોડની છેતરપિંડીના મામલે તપાસ બાદ જારી કરી છે. તમને જણવી દઇએ કે, નીરવ મોદીની પત્ની અમી મોદી અમેરિકા (America)ની નાગરિક છે. આ નોટિસ બાદ અમી મોદીના પ્રત્યર્પણની કાર્યવાહી શરૂ થશે.

Aug 25, 2020, 04:13 PM IST

ભાગેડૂ હીરાના વેપારી નીરવ મોદી પર ઇડીનો શિકંજો, 329 કરોડની સંપત્તિ જપ્ત

આ સંપત્તિઓમાં વર્લી મુંબઇની આઇકોનિક બિલ્ડિંગ સમુદ્ર મહેલના ચાર ફ્લેટ, એક સી-સાઇડ ફોર્મ હાઉસ, અલીબાગમાં જમીન, જેસલમેરમાં પવનચક્કી, લંડનમાં ફ્લેટ, યૂએઇમાં રેસિડેંશિયલ ફ્લેટ, શેર અને બેંકમાં જમા ધનરાશિ પણ સામેલ છે.

Jul 8, 2020, 07:57 PM IST

રવિશંકર પ્રસાદે કર્યો મોટો ખુલાસો, નીરવ મોદીના કાર્યક્રમમાં સામેલ થયા હતાં રાહુલ ગાંધી

ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીને લઈને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે મોટું નિવેદન આપ્યું છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ દરેક રીતે નીરવ મોદી અને મેહુલ ચોક્સીને બચાવવાની કોશિશ કરી છે. તેમણે એક ફોટો બતાવતા કહ્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી નીરવ મોદીના એક કાર્યક્રમમાં પણ સામેલ થયા હતાં. 

May 14, 2020, 01:28 PM IST

બ્રિટિશ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીની વધારી મુશ્કેલી, હજુ રહેવું પડશે જેલમાં

દક્ષિણ-પશ્ચિમ લંડનનૈ વૈન્ડસવર્થ જેલમાં બંધ નીરવ મોદીને વીડિઓ લિંક દ્વારા જિલ્લા જજ ડેવિડ રોબિન્સનની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

Jan 30, 2020, 08:54 PM IST

PNB કૌભાંડ: નીરવ મોદીને મોટો ઝટકો, ભાગેડૂ આર્થિક અપરાધી જાહેર, સંપત્તિ જપ્ત થશે

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ (PNB Scam) કેસમાં નીરવ મોદી (Nirav Modi) ને મોટો આંચકો લાગ્યો છે. પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ કેસમાં દેશ છોડીને ભાગેલા હીરાના વેપારી નીરવ મોદીને ભાગેડૂ આર્થિક અપરધી જાહેર કરી દેવામાં આવ્યો છે. વિશેષ કોર્ટ (ED)એ નીરવ મોદીને આર્થિક ભાગેડૂ અપરાધી જાહેર કર્યો છે.

Dec 5, 2019, 03:10 PM IST

PNB કૌભાંડ: નીરવ મોદી કોર્ટમાં અકળાયો, કહ્યું- જો મને ભારત સોંપવામાં આવશે તો આત્મહત્યા કરી લઇશ

પંજાબ નેશનલ બેંક (PNB) સાથે જોડાયેલા 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ભારતમાં ભાગેડૂ જાહેર કરવામાં આવેલા હીરાના વેપારી નીરવ મોદીની જામીન અરજી પર ફરી એકવાર યૂકે (યૂનાઇટેડ કિંગડમ)ની કોર્ટે નકારી કાઢી છે. જામીન ન મળતાં નીરવ મોદીએ કોર્ટમાં પીત્તો ગુમાવ્યો હતો. 

Nov 7, 2019, 01:00 PM IST

13500 કરોડ ચાંઉ કરનાર નીરવ મોદીએ લંડન કોર્ટમાંથી જામીન માંગ્યા, કહ્યું-‘હું ડિપ્રેશનનો શિકાર છું...’

પીએનબી કૌભાંડ (PNB Scam) ના આરોપી નીરવ મોદી (Nirav Modi) એ લંડનની કોર્ટ (London Court) માં જામીન માટે અરજી દાખલ કરી છે. નીરવ મોદીએ આ વખતે હેલ્થ ગ્રાઉન્ડ પર જામીન આપવાની અરજી દાખલ કરી છે. સૂત્રોનું કહેવુ છે કે, તેણે પોતાના વકીલના માધ્યમથી આપવામાં આવેલી અરજીમાં નીરવ મોદીએ ખુદને એન્ક્ઝાઈટી અને ડિપ્રેશન (Depression) નો શિકાર બતાવ્યા છે. સાથે જ તેણે અરજીમાં કોર્ટને એમ પણ કહ્યું છે કે, જો તમે ઈચ્છો તો તેને હાઉસ એરેન્ટ કરીને રાખી શકો છો. 

Oct 30, 2019, 03:15 PM IST

રાતોરાત રસ્તા પર આવી ગયા સુરતના 2000 રત્ન કલાકારો, મંદીનું કારણ ધરી રજા આપી દેવાઈ

ડાયમંડ નગરી સુરતને કોઇની નજર લાગી ગઈ હોય તેવુ લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ માસમા સુરતમાં 2 હજારથી વધુ રત્ન કલાકારોને મંદીના કારણે છુટ્ટા કરી દેવામા આવતા તેઓ રસ્તા પર આવી ગયા છે. એક દિવસ અગાઉ જ કતારગામ સ્થિત ગોધાણી ઇમ્પેક્સ દ્વારા 350થી વધુ રત્ન કલાકારોને તાત્કાલિક ધોરણે છૂટા કરી દેવામા આવ્યા હતા. કંપનીમાં માલ ન હોઈ તેમજ મંદી ચાલતી હોવાનું કારણ આગળ ધરી રત્ન કલાકારોને રજા આપી દેવામાં આવી હતી. હાલ એવી પરિસ્થિતિનુ નિર્માણ થયું છે કે, આ તમામ રત્નકલાકારો રસ્તા પર આવી ગયા છે. 

Sep 3, 2019, 03:58 PM IST

PNB કૌભાંડ કેસ: મેહુલ ચોક્સીની 24.77 કરોડની સંપત્તિ જપ્ત

પંજાબ નેશનલ બેંકમાં 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલે ઇડીએ ગુરૂવારે ભાગેડૂ હીરાના વેપારી મેહુલ ચોક્સીની કુલ 24.77 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત જપ્ત કરી છે જેમાં કિંમતી વસ્તુઓ, વાહન અને બેંક એકાઉન્ટ સામેલ છે.

Jul 12, 2019, 09:12 AM IST

નીરવ મોદી કેસમાં PNBને રાહત, DRTએ નીરવને 7200 કરોડ જમા કરવા જણાવ્યું

ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ(DRT)એ પંજાબ નેશનલ બેન્ક (PNB)ને રાહત આપતા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને આદેશ આપ્યો છે કે તે પીએનબી અને અન્યને વ્યાજ સહિત રૂ.7200 કરોડ પાછા આપે 
 

Jul 6, 2019, 10:32 PM IST

નીરવ મોદી મામલે લેવાયો મોટો નિર્ણય, વાંચીને કહેશો શાબાશ

EDએ આ મામલે સ્વિસ અધિકારીઓને વિનંતી કરી હતી કે આ પૈસા ભારતીય બેંકો પાસેથી ખોટી રીતે લેવામાં આવ્યા હોવાન કારણે એકાઉન્ટ ફ્રિઝ કરવામાં આવે.

Jun 27, 2019, 01:17 PM IST

નીરવ મોદીની જામીન અરજી ચોથીવાર રદ્દ, હજુ રહેશે જેલમાં

નીરવની 13 માર્ચે 13 હજાર રૂપિયાના કૌભાંડના આરોપમાં સ્કોટલેન્ડ યાર્ડમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પ્રત્યાર્પણ માટે ભારતીય એજન્સીઓ સતત પ્રયત્ન કરી રહી છે. 

Jun 12, 2019, 05:24 PM IST

કરોડોના હીરાનું ઓવરવેલ્યુએશન કરનાર નીરવ મોદીની સુરતની મિલકતો જપ્ત કરાશે

પંજાબ નેશનલ બેંકના કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની દેશ અને દુનિયાભરની મિલ્કતો જપ્ત કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં નીરવ મોદી દ્વારા આચરવામાં આવેલા ઓવર વેલ્યુએશન કૌભાંડમાં પણ તેની મિલકત જપ્તી અંગેની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે સુરત સ્થિત એકસાઈઝ અને કસ્ટમ વિભાગ કોર્ટમાં અરજી કરાશે. જેના પણ સુનાવણી કરવામાં આવશે. 

Apr 29, 2019, 02:00 PM IST
Nirav Modi's assets seized in Surat PT3M11S

નીરવ મોદીનું ઓવર વેલ્યુએશન કૌભાંડ, સુરતમાં મિલકત થશે જપ્ત

નિરવ મોદીએ દુબઇ-કેનેડામાં હલકી કક્ષાની જ્વેલરીનું ઓવરવેલ્યુએશન કર્યુ હતું. ફાયર સ્ટાર, ફાયર સ્ટોન અને રાધા શ્રી જ્વેલર્સને કિંમતોને કરોડોની બતાવી હતી. હાલમાં જ ઇડીએ કેટલીક મિલકતો જપ્ત કરી હતી. સુરતમાં નિરવ મોદીની મિલકત જપ્તી અંગે એક્સાઇઝ અને કસ્ટમ વિભાગ કોર્ટમાં અરજી કરશે. નિરવ મોદીએ ઓવર વેલ્યુએશનનું કૌભાંડ આચર્યું હતું જેમાં 4.93 કરોડના ડાયમંડને 93.70 કરોડના દર્શાવ્યા હતા.

Apr 29, 2019, 12:15 PM IST
Nirav Modi's Bail Application Got Rejected PT49S

લંડનમાં ભાગેડૂ નીરવ મોદીના જામીન નામંજૂર

લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે ભાગેડૂ નીરવ મોદીના જામીન નામંજૂર કર્યા છે જેને પગલે નીરવ મોદીને હવે 23 મે સુધી લંડની જેલમાં જ રહેવું પડશે, 20 માર્ચે લંડનમાંથી નીરવ મોદી પકડાયો હતો

Apr 26, 2019, 04:10 PM IST

જેલમાં જ રહેશે કૌભાંડી નીરવ મોદી બ્રિટનની કોર્ટે ફરી જામીન અરજી ફગાવી

નીરવ મોદીને ગત્ત મહીને 29 માર્ચે વેસ્ટમિંસ્ટર કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો, ત્યારે પણ તેની જામીન અરજી ફગાવી દેવાઇ હતી

Apr 26, 2019, 03:40 PM IST