લંડન: પંજાબ નેશનલ બેંક (PNB) સાથે જોડાયેલા 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ભારતમાં ભાગેડૂ જાહેર કરવામાં આવેલા હીરાના વેપારી નીરવ મોદીની જામીન અરજી પર ફરી એકવાર યૂકે (યૂનાઇટેડ કિંગડમ)ની કોર્ટે નકારી કાઢી છે. જામીન ન મળતાં નીરવ મોદીએ કોર્ટમાં પીત્તો ગુમાવ્યો હતો. તો તે આત્મહત્યા કરી લેશે. આ દરમિયાન તેમણે જણાવ્યું કે તેને જેલમાં બે વાર મારવામાં પણ આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

48 વર્ષીય બિઝનેસમેન નીરવને વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બુથનોટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તેના વકીલ હુગો કીથે કહ્યું કે નીરવને વેંડ્સવર્થ જેલમાં બે વાર મારવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે નીરવની એકવાર એપ્રિલમાં અને બીજીવાર મંગળવારે મારઝૂડ થઇ હતી. દાવો કરવામાં આવ્યો છે કે જેલના જવાબદાર અધિકારીઓએ આ મામલે કોઇ પગલાં ભર્યા નથી. 

જમ્મૂ કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શ્રીનગરમાં ટ્રાંસપોર્ટ અને ટેલીફોન સેવાઓ ઠપ


ન મળ્યા જામીન
નીરવ મોદીએ પાંચમી વાર જામીન માટે અરજી કરી હતી અને સુનાવણી દરમિયાન તેણે કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેમછતાં કોર્ટે તેને જામીન આપવાની ના પાડી દીધી.


નીરવ મોદીએ લંડન કોર્ટમાં દાખલ કરી જામીન અરજી, કહ્યું- 'હું ડિપ્રેશનનો શિકાર છું'
નીરવ મોદીનો દાવો છે કે તે બેચેન અને ડિપ્રેશનથી પીડાઇ છે. નીરવ મોદીએ પોતાની સતત કસ્ટડી વિરૂદ્ધ લંડનની એક કોર્ટમાં જામીન અરજી દાખલ કરતાં  ઘરમાં જ કસ્ટડી રાખવાની અપીલ કરી હતી. તમને જણાવી દઇએ કે નીરવ મોદીની 19 માર્ચના રોજ હોલબોર્નથી ધરપકડ કરવામાં આવી હતી. 

અયોધ્યા વિવાદ પર ચૂકાદા પહેલાં PM મોદીની મંત્રીઓને સલાહ, 'કોર્ટના ચૂકાદાનું સન્માન કરો


13,500 કરોડ રૂપિયાની છેતરપિંડી
પંજાબ નેશનલ બેંક (પીએનબી)એ આરોપ લગાવ્યો હતો કે નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સીએ કેટલાક બેંક કર્મચારીઓની સંલિપ્તતા સાથે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. ત્યારબાદ ઇડી અને સીબીઆઇ દ્વારા આ કેસની તપાસ થઇ રહી છે. નીરવ મોદી પર એએફઓ હેઠળ પણ આરોપ લાગ્યા છે. ઇડીએ ચોક્સી વિરૂદ્ધ મુંબઇમાં મની લોન્ડ્રીંગ કોર્ટમાં આરોપપત્ર દાખલ કર્યું છે.

પાન મસાલા અને ફેરનેસ ક્રીમની જાહેરાતોમાં સૈનિકોનો ઉપયોગ નહી થાય, લેવી પડશે સેનાની પરવાનગી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube