જમ્મૂ કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શ્રીનગરમાં ટ્રાન્સપોર્ટ અને ટેલીફોન સેવાઓ ઠપ

જમ્મૂ અને કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થઇ ગઇ છે. જાણિતા પર્યટન સ્થળ ગુલગર્ગમાં ચારેય તરફ બરફ વેરાયેલો છે. પહાડોની ચોટીઓ બરફથી ઢંકાઇ ગઇ છે. આ દરમિયાન શ્રીનગરમાં ખરાબ હવામાનના લીધે હાઇવે જામ છે. ભારે હિમવર્ષાના લીધે ઘણા ઝાડ પડી ગયા છે.

Updated By: Nov 7, 2019, 11:27 AM IST
જમ્મૂ કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શ્રીનગરમાં ટ્રાન્સપોર્ટ અને ટેલીફોન સેવાઓ ઠપ
File Pic

જમ્મૂ કાશ્મીર: જમ્મૂ અને કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થઇ ગઇ છે. જાણિતા પર્યટન સ્થળ ગુલગર્ગમાં ચારેય તરફ બરફ વેરાયેલો છે. પહાડોની ચોટીઓ બરફથી ઢંકાઇ ગઇ છે. આ દરમિયાન શ્રીનગરમાં ખરાબ હવામાનના લીધે હાઇવે જામ છે. ભારે હિમવર્ષાના લીધે ઘણા ઝાડ પડી ગયા છે. તો બીજી તરફ જમ્મૂ અને શ્રીનગર વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. શ્રીનગરના ઘણા વિસ્તારોમાં ટેલીફોન લાઇનોમાં પણ હિમવર્ષાના લીધે ઠપ થઇ ગઇ છે. 
VIDEO: कश्मीर और हिमाचल में भारी बर्फबारी, सड़क मार्ग बंद; दो उड़ानें भी रद्द

બીજી તરફ મોડીરાત્રે જ હિમવર્ષાના લીધે શ્રીનગરમાં લગભગ 4 ઇંચ હિમવર્ષા થઇ ગઇ છે. તો બીજી તરફ ઘણા વિસ્તારોમાં વિજળીની સેવા ઠપ્પ થઇ ગઇ છે. ઘણી જગ્યાએ કંટ્રોલ રૂમ બનાવીને રસ્તો ખોલવા અને લોકો સુધી જરૂરી વસ્તુઓ પહોંચાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 

હવામાન વિભાગના અનુસાર 6-8 નવેમ્બરના રોજ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે હિમવર્ષા અને વરસાદ હશે. વહિવટીતંત્રએ તેનો સામનો કરવા માટે વ્યવસ્થા શરૂ કરી દીધી છે. 

આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાએ વાતાવરણ ખુશનુમા બનાવી દીધું છે. રાજ્યમાં મનાલી પાસે કુલુ જિલ્લામાં સોલંગા નાળામાં હિમવર્ષામાં થઇ રહી છે. જ્યાં બધી બિલ્ડીંગો અને મેદાનમાં બરફની ચાદરથી ઢંકાઇ ગઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube