ન્યૂયોર્ક: ભારતમાં પીએનબીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યાં બાદ હીરા કારોબારી અને આરોપી નીરવ મોદીની આંતરરાષ્ટ્રીય આભૂષણ કારોબાર કંપની ફાયરસ્ટાર ડાયમન્ડે અમેરિકામાં દેવાળુ ફૂંક્યું છે. તેણે અમેરિકામાં તે અંગેના કાયદા હેઠળ સંરક્ષણનો દાવો કર્યો છે. ફાયરસ્ટાર ડાઈમન્ડ ઈન્કે સોમવારે(26ફેબ્રુઆરી)ના રોજ ન્યૂયોર્કની એક કોર્ટમાં અધ્યાય 11 અરજી દાખલ કરી. કોર્ટની સૂચના મુજબ આ મામલો જજ સીન એચ લેનને ફાળવવામાં આવ્યો છે. કંપનીની વેબસાઈટ મુજબ તેની કામગીરી અમેરિકા, યુરોપ, પશ્ચિમ એશિયા અને ભારત સહિત અનેક દેશોમાં ફેલાયેલો છે. તેણે પોતાની હાલની સ્થિતિ માટે કેશ અને આપૂર્તિ કરવામાં આવતી મુશ્કેલીઓની જવાબદાર ઠેરવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજો મુજબ કંપનીએ 10 કરોડ ડોલરની અસ્કયામતો અને દેવાનો ઉલ્લેખ કર્યો છે. કંપનીના અટાર્ન લેસતત વિન્ટર્સ જૂરેલરે આ અંગે મોકલવામાં આવેલા ઈમેઈલનો કોઈ જવાબ આપ્યો નથી. નીરવ મોદી, તેના મામા મેહુલ ચોક્સી અને તેમની સાથે જોડાયેલી ફર્મો પર પીએનબી સાથે 12,717 કરોડથી વધુના ફ્રોડનો આરોપ છે.


પીએનબીમાં વધુ 1300 કરોડ રૂપિયાની કૌભાંડનો થયો ખુલાસો
હીરા કારોબારી નીરવ મોદી અને ગીતાંજલિ જેમ્સના માલિક મેહુલ ચોક્સી સંબંધિત પંજાબ નેશનલ બેન્ક(પીએનબી) કૌભાંડ મામલે વધુ 1,300 કરોડ રૂપિયાના કૌભાંડનો ખુલાસો થયો છે. ત્યારબાદ બેંકમાં થયેલી ઉચાપતની કુલ રકમ વધીને 12,600 કરોડ રૂપિયા થઈ ગઈ છે. બેંક દ્વારા રાતે 11.22 વાગે સ્ટોક એક્સચેન્જને અપાયેલી જાણકારી મુજબ 14 ફેબ્રુઆરી 2018ના રોજ સ્ટોક એક્સચેન્જને અપાયેલી અમારી સૂચના સંબંધે અમે વધુ જણાવવા માંગીએ છીએ કે  બેંકમાં થયેલી અનાધિકૃત લેણદેણની રકમ વધીને 20.42 કરોડ ડોલરની હોઈ શકે છે.


સેન્ટ્રીલ બ્યુરો ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ સોમવારે જણાવ્યું કે કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ મામલે પીએનબીના એક્ઝીક્યુટિવ ડાઈરેક્ટર કે.વી.બ્રહ્માજી રાવ, બે જનરલ મેનેજમેન્ટ અને એક સેવાનિવૃત અધિકારીની પૂછપરછ કરી છે. આવકવેરા વિભાગે જણાવ્યું કે તેમણે આ કૌભાંડમાં સામેલ ચોક્સીના વધુ 66 બેંક ખાતા સીઝ કર્યા છે.