નવી દિલ્હીઃ કોરોનાને ખતરાને ધ્યાનમાં રાખતા સીતારમને આજે ઇન્ડસ્ટ્રીઝ અને ટ્રેડ એસોસિએશનના લોકો સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે મીડિયાને કહ્યું કે, હાલ કાચા માલની કમી નથી. બુધવારે સંબંધિત મંત્રાલયોના સેક્રેટરીઓની સાથે તેમની બેઠક યોજાવાની છે. તેમણે કહ્યું કે, જરૂર પડવા પર આ મામલાને લઈને PMO સાથે પણ વાત કરશે. નાણાપ્રધાને કહ્યું કે, હાલ ઇન્ડસ્ટ્રીના લોકોએ કિંમતમાં વધારાનો ડર વ્યક્ત કર્યો નથી, પરંતુ સપ્લાઈ ચેન ખોરવાઇ છે. દવાઓમાં ઘટાડાને લઈને અત્યાર સુધી કોઈ રિપોર્ટ સામે આવ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનથી આયાત કરતા વેપારીઓ પર અસર
ચીનમાં કોરોના વાયરસને કારણે ગ્લોબલ સપ્લાઈ ચેન ખુબ પ્રભાવિત થઈ છે. ભારતમાં જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ ચીનથી આયાત થનારા માલ પર નિર્ભર છે, તેના પર અસર દેખાવા લાગી છે. કોરોનાને કારણે ગ્લોબલ ટ્રેડની ગાડીની સ્પીડ ઘટવા લાગી છે. જે ઇન્ડસ્ટ્રી ચીનથી આયાત પર નિર્ભર છે, તેની ફરિયાદ સામે આવવા લાગી છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આશરે 4000 નાની કંપનીઓ છે જે ચીનથી આયાત પર નિર્ભર છે. આ કંપનીના પ્રતિનિધિઓનું કહેવું છે કે, સપ્તાઈ ખોરવાતા તેના કારોબાર પર અસર પડી છે. 


રેલવેમાં આ સોફ્ટવેર દ્વારા કરવમાં આવતું હતું કરોડોની ટિકિટનું કૌભાંડ, 59ની ધરપકડ

ભારતની 28 ટકા આયાત પ્રભાવિત થશે
ભારત ઇલેક્ટ્રિકલ મશીનરી, મિકેનિકલ અપ્લાયન્સ, ઓર્ગેનિક કેમિકલ્સ, પ્લાસ્ટિક અને સર્જિકલ ઇન્સ્ટ્રૂમેન્ટની સૌથી વધુ આયાત ચીનથી કરે છે. હાલ ત્યાં કારોબાર બંધ છે જેના કારણે ભારતની 28 ટકા આયાત પ્રભાવિત થઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બિઝનેસના અન્ય સમાચાર