મુંબઇ: કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ શવિવારે બેંકો પર આલોચના કરતા કહ્યું કે, તે બે લાખ કરોડ રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે પૈસા નથી આપી રહી, જ્યારે આ તેમના માટે સોનેરી અવસર છે. સાથે જ આરોપ લગાવામાં આવ્યો કે, RBI તેમના કાર્યમાં અનેક વધારાની અવરોધો ઉભા કરી રહ્યા છે. તથા તેમણે ઇટી એવોર્ડ ફોર કોર્પોરેટ એક્સીલેન્સમાં કહ્યું કે, અમારી પાસે આશરે 150 કરતા પણ વધારે પરિયોજનાઓ છે. જેનો ખર્ચ આશરે બે લાખ કરોડ રૂપિયા છે. પરંતુ રોકાણકારો માટે બેંકો પાસેથી લોન લેવી મુશ્કેલ થઇ ગઇ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું, દુભાગ્યપૂર્ણ આરબીઆઇ પરિપત્રમાં અડચણ ઉભી કરી રહી છે. અને તેની પાછળનું કારણ છે, કે નાણાને લઇને અન્યક સમસ્યાઓને સમાનો કરવો પડી રહ્યો છે. 


કેન્દ્રીય મંત્રીએ ફંડિંગની આ સમસ્યાઓ આરબીઆઇ(ભારતીય રિઝર્વ બેંક)ના નિયામક મંડળની બેઠકથી એક દિવસ પહેલા ઉઠાવ્યા છે. જો કોઇ મુદ્દા પર કેન્દ્ર સરકારની સાથે કેન્દ્રીય બેંકની કટોકટી ચાલી રહી છે. આ મુદ્દા પર સરળતાની કમી છે. દેવાના વિસ્તરણ જેવા મુદ્દાઓ પરના મતભેદ મહત્વના છે. મંત્રીએ કહ્યું કે, જ્યાંસુધી વિકાસ દરની સવાલ છે. રિઝર્વ બેંક માટે દેશમાં અસંચરનાને સમર્થન આપવાનો આ જ સાચો સમય છે. પરંતુ કેટલીક વાર આરબીઆઇના પરિપત્રમાં વધારે અવરોધ ઉભા કરવામાં આવે છે. 


ગડકરીએ કહ્યું કે જ્યારે તેમણે મંત્રલાયમાં પદભાર સંભાળ્યો ત્યારે 403 પરિયાજનાઓ હતી. જેની કુલ કિંમત 3.85 લાખ કરોડ રૂપિયા જેટલી થતી હતી. જે લોકોનો ટ્રેક રેકોર્ડ સારો છે. જેથી માત્ર તેમણે જ ભારતીય બેંકોના ત્રણ લાખ કરોડ બેંકના બચાવી લીધા છે. નહિતો ફસાઇ ગયા હોત અને તેમનએ એનપીએ જાહેર કરવા પડ્યા હોત. 


પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નમાં તેમણે આરબીઆઇના ગર્વનર ઉર્જિત પટેલ સમક્ષ ઉઠાવશે? ત્યારે ગડકરીએ જવાબ આપ્યો કે એ તેમનું કામ નથી, અને ખોટા અનુભવોને કારણે તે ગવર્નરને મળવા પણ માંગતા નથી. મારો અનુભવ તેમની સાથે સારો રહ્યો નથી. માટે તેમને મળવાનો કોઇ પણ મતલબ નથી. કોઇ વ્યક્તિ સાથે ત્યારે જ મુલાકાત કરવી જોઇએ જ્યારે તે વ્યક્તિ સાથે મુલાકાત કરવાથી તમને લાભ મળતો હોય.


(ઇનપુટ-આઇએએનએસ)