નવી દિલ્હી: જો તમે કોઇપણ બેન્કનું ક્રેડિટ કાર્ડ (Credit Card) યૂઝ કરો છો તો આજથી એક મોટો ફેરફાર થઇ ગયો છે. તેની અસર બધી બેન્કોના કરોડો ક્રેડિટ કાર્ડ ધારકો પર પડશે. 1 ઓક્ટોબરથી પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) ની ચૂકવણી ક્રેડિટ કાર્ડ (Credit Card Payment) વડે કરતાં મળનાર છૂટ નહી મળે. 1 ઓક્ટોબર 2019થી ઓઇલ કંપનીઓ દ્વારા ક્રેડિટ કાર્ડ વડે પેમેન્ટ કરતાં મળનાર છૂટ બંધ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઇએ કે અઢી વર્ષ પહેલાં પેટ્રોલ પંપ પર ડિજીટલ મોડ વડે પેમેન્ટ કરતાં ગ્રાહકોને 0.75 ટકાનું કેશબેક આપવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Aadhaar સાથે PAN લિંક કરાવ્યું નથી તો ચિંતા ના કરશો, સરકારે આપી મોટી રાહત


બેન્કોએ મોકલ્યો આ મેસેજ
કેશબેક સુવિધા નોટબંધી બાદ ડિજિટલ ટ્રાંજેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ (SBI) સહિત ઘણી બેન્કો દ્વારા પોતાના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને મોકલવામાં આવેલા ટેક્સટ મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે ક્રેડિટ કાર્ડ વડે ચૂકવણી કરતાં 0.75 ટકા કેશબેકની સુવિધા 1 ઓક્ટોબરથી બંધ નહી મળે. મેસેજમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે આ ફેરફાર પબ્લિક સેક્ટરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓની સલાહ પર કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બધી બેંકો દ્વારા આ સુવિધા બંધ કરવામાં આવી છે. 

SBI ના 32 કરોડ ગ્રાહકો માટે જરૂરી છે આ સમાચાર, આવતીકાલથી બદલાઇ જશે આ નિયમ


ઇ-વોલેટ વડે ચૂકવણી કરશો તો મળશે સુવિધા
 નવેમ્બર 2016માં નોટબંધી બાદ ડિજિટલ ટ્રાંજેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઇન્ડીયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન જેવી ઓઇલ કંપનીઓ પાસેથી 0.75 ટકા કેશબેક આપવા માટે કહ્યું હતું. આ ડિસ્કાઉન્ટ ક્રેડિટ/ડેબિટ કાર્ડ યૂજર્સ સાથે ઇ-વોલેટ વડે ચૂકવણી કરનાર ગ્રાહકોને પણ આપવામાં આવતું હતું. 1 ઓક્ટોબર એટલે કે આજથી ડેબિટ કાર્ડ અથવા ઇ-વોલેટ વડે ચૂકવણી પર આ સુવિધા મળતી રહેશે. 

આજથી બદલાઇ ગયો ડ્રાઇવિંગ લાઇસન્સનો નિયમ, જૂના પણ કરાવવા પડશે અપડેટ


તમને જણાવી દઇએ કે ઓઇલ કંપનીઓએ ક્રેડિટ કાર્ડ વડે ચૂકવણી કરતાં મળનાર ડિસ્કાઉન્ટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઇએ કે ત્રણેય ઓઇલ કંપનીઓએ વર્ષ 2017-18માં ઓઇલ કંપનીઓએ ઇ-પેમેન્ટ ડિસ્કાઉન્ટ અને એમડીઆરના રૂપમાં કુલ 1431 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે. તો બીજી તરફ 2018-19માં ઓઇલ કંપનીઓએ 2000 કરોડ રૂપિયા ચૂકવણી કરી છે. 

SBI એ આજથી 80 ટકા ઘટાડો આ ચાર્જ, મિનિમમ બેલન્સની પણ ઝંઝટ 'ખતમ'