Aadhaar સાથે PAN લિંક કરાવ્યું નથી તો ચિંતા ના કરશો, સરકારે આપી મોટી રાહત
પાન કાર્ડને આધાર સાથે લિંક ન કરાવતાં તમારી મુશ્કેલી વધી જશે. નિયમ અનુસાર ઇનકમ ટેક્સ એક્ટની કલમ-139AA હેઠળ તમારું પાનકાર્ડ ઇનવેલિડ થઇ જશે.
Trending Photos
નવી દિલ્હી: જો તમે પણ અત્યાર સુધી પોતાનું આધાર કાર્ડ (Aadhaar) અને પાન કાર્ડ (PAN) લિંક કરાવ્યું નથી તો બિલકુલ પરેશાન થવાની જરૂર નથી. જોકે સરકાર દ્વારા પહેલાં આધાર અને પાન લિંક કરવાને લઇને 30 સપ્ટેમ્બરની ડેડલાઇન નક્કી કરી હતી. જેમ-જેમ આ તારીખ પાસે આવતી ગઇ લોકો આધાર-પાન લિંક કરાવવા માટે પરેશાન થઇ રહ્યા છો. પરંતુ હવે સરકારે આવા લોકોને મોટી રાહત આપી છે, જે અત્યાર સુધી પાન-આધાર લિંક કરાવી શક્યા નથી.
હવે 31 ડિસેમ્બર સુધી કરાવી શકે છે લિંક
સરકારે હવે આધાર અને પાન કાર્ડને લિંક કરાવવાની ડેડલાઇનને આગળ વધારી દીધી છે. પહેલાં અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2019 હતી. હવે 31 ડિસેમ્બર 2019 સુધી આ કામ કરી શકશે. સીબીડીટી (CBDT) એ નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પાન અને આધાઅને લિંક કરાવવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2019થી વધારીને 31 ડિસેમ્બર 2019 કરી દેવામાં આવી છે.
લિંક કરાવવાનું ચૂકી ગયા છો તો પાનકાર્ડ થઇ જશે 'બેકાર'
નવી તારીખ પછી પણ જો તમે આધાર અને પાનને લિંક કરાવ્યું નથી તો તમારો પાન નંબર બેકાર થઇ જશે. આ કોઇ કામ આવશે નહી. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પણ તેને અમાન્ય ગણવામાં આવશે. તમારી જાણકારી માટે ગત વર્ષે સરકારે 11.44 લાખ પાન કાર્ડ બંધ કરી દીધા અથવા તો પચેહે તેને નિષ્ક્રિય કેટેગરીમાં નાખી દીધા છે.
લિંક ન કરાવ્યું તો પડશે મોટી મુશ્કેલી
પાન કાર્ડને આધાર સાથે લિંક ન કરાવતાં તમારી મુશ્કેલી વધી જશે. નિયમ અનુસાર ઇનકમ ટેક્સ એક્ટની કલમ-139AA હેઠળ તમારું પાનકાર્ડ ઇનવેલિડ થઇ જશે. એક્સપર્ટ્સના અનુસાર પાન કાર્ડ લિંક ન થવાની સ્થિતિમાં ઓનલાઇન ITR ફાઇલ કરવામાં મુશ્કેલી આવશે. તમારો ટેક્સ રિફંડ અટકી જશે. આ ઉપરાંત જ્યારે તમે કોઇ નાણાકીય ટ્રાંજેક્શન કરશો તો તે સમયે PAN નો ઉપયોગ કરી શકશો નહી.
આ રીતે ઓનલાઇન કરો Aadhaar અને PAN લિંક
- સૌથી પહેલાં જો તમે એકાઉન્ટ બનાવ્યું નથી તો પહેલાં રજિસ્ટ્રેશન કરો.
- ઇનકમ ટેક્સ વિભાગની ઇ-વેબસાઇટ (www.incometaxindiaefiling.gov.in) પર જાવ.
- વેબસાઇટ પર એક ઓપ્શન જોવા મળશે 'લિંક આધાર', અહીંયા ક્લિક કરો.
- લોગઇન કર્યા બાદ પોતાના એકાઉન્ટની પ્રોફાઇલ સેટિંગમાં જાવ.
- પ્રોફાઇલ સેટિંગમાં તમને આધાર કાર્ડ લિંક કરવાનો ઓપ્શન મળશે, તેને સિલેક્ટ કરો.
- અહીં આપવામાં આવેલા સેક્શનમાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ ભરો.
- જાણકારી ભર્યા બાદ નીચે દેખાતા 'લિંક આધાર' ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારો આધાર લિંક થઇ જશે.
SMS વડે કરી શકો છો લિંક
આ એક બીજી રીત છે. તેમાં તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી પણ આધારને પાન કાર્ડ વડે લિંક કરી શકો છો. તમને એસએમએસ દ્વારા તમારા પાનને આધાર સાથે લિંક કરાવવું પડશે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે 567678 અથવા 56161 પર એસએમએસ મોકલી આધારને પાન સાથે લિંક કરી શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે