નવી દિલ્હી: રેલવે હવે યાત્રીઓની સુવિધાઓ પૂરી પાડવા ઉપરાંત ચીનની સરખામણી કરવામાં પણ મદદ કરશે. ઉત્તર રેલવેની વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વ બિલાસપુર-માલાલી-લેહ રેલમાર્ગ પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે. આ રેલમાર્ગને બનાવવા માચે પહેલા ચરણની સ્ટડીના અનુસાર આ રેલલાઇનની લંબાઇ 465 કિલોમીટર હશે. ત્યારે આ રૂટ સિંગલ લાઇન બ્રાન્ડ ગેજ લાઇન હશે. આ રૂટ પર 75 કિમી પ્રતિ કલાક સુધીની ગતીથી રેલગાડીને દોડાવી શકાશે. રૂટ પર કુલ 30 રેલવે સ્ટેશન બનાવવાના પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. પ્રોજેક્ટને પૂરા કરવાની કુલ આવક લગભગ 83360 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે ક્લિક કરો: 5 રાજ્યોમાં ચૂંટણી પહેલા સરકાર માટે સારા સમાચાર, WEFમાં વાગ્યો ભારતનો ડંકો


સૌથી લાંબી સુરંગ 27 કિમી લંબાઇ
લેહ સુધી રેલવે લાઇન પહોંચવાથી ચીનની સીમા પાસે આવેલા ભારતીય ભાગમાં જરૂરી સામાનને પહોંચાડવાનું સરળ થઇ જશે. બિલાસપુર-મલાલી-લેહ રેલમાર્ગ દેશનો સૌથી પડકારરૂપે રેલમાર્ગ હશે. આ રૂટનો 52 ટકા ભાગમાં પહાડોને કાપી સુરંગ બનાવી ત્યાં પાટ્ટા પાથરવામાં આવશે. રૂટની સૌથી લાંબી સુરંગ 27 કિલોમીટરની હશે. આ રેલમાર્ગ લગભગ 465 કિલોમીટર લાંબો છે. જ્યારે આ રેલમાર્ગ 244 કિલોમીટરના ભાગમાં સુરંગ બનાવવામાં આવશે. આ સંપૂર્ણ રેલ રૂટ પર 124 માટો બ્રિજ અને 396 નાના બ્રિજ બનાવવામાં આવશે.


વાંચવા માટે ક્લિક કરો: દિવાળી પહેલા મળશે આ ભેટ: જીપીએફમાં પૈસા જમા કરાવવા પર મળશે વધુ પૈસા


રેલવે લાઇન પાથરવા માટે મોટી કંપનીઓની રૂચિ
ઉત્તર રેલવેની લેહ સૂધીની રેલ લાઇન પહોંચાડવા માટે 2 કે 3 તબક્કા માચે 15 ઓક્ટોબર સુધી ગ્લોબલ ટેન્ડર જારી કર્યા હતા. દુનિયાની ઘણી મોટી કંપનીઓને આ રેલ લાઇનને પાથરવા માટે રૂચિ દેખાડી રહ્યાં છે. આ કંપનીઓના ટેન્ડર આવ્યા બાદ રેલવે હવે તેમાથી સૌથી સારી કંપનીની પંસદગી પ્રક્રિયા શરૂ કરશે. આ રેલ લાઇનને 2 તબક્કામાં સંપૂર્ણ રૂટની સેટેલાઇટ દ્વારા ફાઇનલ એલાઇનમેન્ટ લોકેશન સ્ટડી કરવામાં આવશે. બ્રિજ બનાવવા માટે સુરંગનું ખોદકામ કેવી રીતે થશે તેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.


બિઝનેસના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો...