નવી દિલ્હી: લોકડાઉન (Lockdown) વચ્ચે સરકારી કર્મચારીઓ માટે વધુ એક આંચકાજનક સમાચાર છે. તાજેતરમાં જ મોંઘવારી ભથ્થા (DA)ને આગામી વર્ષ સુધી ટાળી દીધા બાદ કેન્દ્ર સરકારે હવે જનરલ પ્રોવિંડેટ ફંડ (GPF)ના વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે નવી વ્યાજ દરને લાગૂ કરવામાં આવ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારી સહયોગી જી બિઝડોટકોમના અનુસાર 1 એપ્રિલ 2020થી 30 જૂન 2020 સુધી GPF અને બીજા ફંડ પર 7.1% વ્યાજ મળશે. ગત ત્રિમાસિક સુધી તેના પર 7.9 ટકા વ્યાજ મળતું હતું. GPF ના વ્યાજદર ત્રિમાસિક આધાર પર નક્કી થાય છે. GPF ફક્ત સરકારી કર્મચારીઓ માટે છે. આ એક પ્રકારની રિટારમેંટ પ્લાનિંગ છે. કારણે તેની રકમ કર્મચારી કર્મચારીઓને નિવૃતિ બાદ મળે છે. સરકારી કર્મચારી પોતાના પગારનો 15 ટકા સુધી GPF ખાતામાં યોગદાન કરી શકે છે. 


કેટલા પ્રકારના GPF ખાતા છે?
- GPF (સેંટ્રલ સર્વિસેઝ)-General Provident Fund (Central Services)
- કંટ્રીબ્યૂટરી PF (ઇંડીયા) 
- ઓલ ઇંડીયા સર્વિસીઝ PF-All India Services Provident Fund
- સ્ટેટ રેલવે PF-State Railway Provident Fund
- જનરલ PF (ડિફેન્સ સર્વિસેઝ)-General Provident Fund (Defence Services)
- ઇન્ડીયન ઓર્ડનેંસ ડિપાર્ટમેન્ટ PF-Indian Ordnance Department Provident Fund
- ઇન્ડીયન ઓર્ડનેંસ ફેક્ટરીઝ વર્કમેન PF-Indian Ordnance Factories Workmen’s Provident Fund
- ઇંડીયન નેવલ ડોકયાર્ડ વર્કમેન PF-Indian Naval Dockyard Workmen’s Provident Fund
- ડિફેંસ સર્વિસેઝ ઓફિસર્સ PF-Defence Services Officers Provident Fund
- આર્મ્ડ ફોર્સેસ, પર્સનલ PF-Armed Forces Personnel Provident Fund


પેંશન એકાઉન્ટ
ટેક્સ એક્સપર્ટ અનિલ કે શ્રીસ્વાતના અનુસાર સરકારી કર્મચારીને નિવૃતિ વખતે GPF ખાતામાં જમા રકમનો સુનિશ્વિત ભાગ મળી જાય છે. તેમની પાસે કેટલીક રકમ રાશિ પેન્શનમાં આપવાનો પણ વિકલ્પ હોય છે. જે તેમને દર મહિને પેંશનના રૂપમાં મળે છે. 


ઇન્કમ ટેક્સમાં કેટલો ફાયદો?
PF ખાતામાં કર્મચારી જે યોગદાન કરે છે, તેમાં ઇનકમ ટેક્સની કલમ 80(C) હેઠળ ટેક્સ ફ્રી છે. આ નિયમ તમામ પ્રકારના PF ખાતા પર લાગૂ થાય છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube