GST on Hostel-PG Rent: જો તમે હોસ્ટેલ કે PG માં રહેતા હોવ તો તમારા માટે એક ખરાબર સમાચાર છે. હવે હોસ્ટેલ કે પીજી (પેઈંગ ગેસ્ટ)ના ભાડા માટે વિદ્યાર્થીઓએ વધુ જીએસટી આપવો પડશે. ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAR) એ બે અલગ અલગ કેસોની સુનાવણી બાદ હોસ્ટેલ અને પીજીના ભાડા પર 12 ટકા જીએસટી લગાવવાનો આદેશ આપ્યો છે. એટલે કે હોસ્ટેલ અને પીજીમાં રહેતા વિદ્યાર્થીઓએ કે અન્ય લોકોએ હવે વધુ ચૂકવણી કરવી પડશે. AAR એ કહ્યું કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી અને પીજી કે હોસ્ટેલ સમાન હોતા નથી. આવામાં બંને પર એક જેવો નિયમ લાગૂ થઈ શકે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગની બેંગ્લુરુ પેનલે કહ્યું કે હોસ્ટેલ, રેસિડેન્શિયલ પ્રોપર્ટી એક સમાન નથી. આથી તેમને GST માંથી  છૂટ પ્રાપ્ત નથી. શ્રીસાઈ લક્ઝરી સ્ટે LLP ની અરજી પર ચુકાદો આપતા AAR એ કહ્યું કે 17 જુલાઈ 2022 સુધી હોટલ, ક્લબ, કેમ્પસાઈટની પ્રતિદિન 1000 રૂપિયા સુધીના ચાર્જવાળી આવાસ સેવાઓ પર GST છૂટ લાગૂ હતી. 


ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યાં મુજબ બેંગ્લુરુ પેનલે કહ્યું કે હોસ્ટેલ/પીજીનું ભાડું GST છૂટ માટે યોગ્ય નથી. કારણ કે અરજીકર્તાની સેવાઓ રહેણાંક ભવનને ભાડા પર આપવા સમાન નથી. ચુકાદામાં કહ્યું કે રહેણાંક પરિસર કાયમી રહેવા માટે છે જ્યારે તેમાં ગેસ્ટ હાઉસ, લોજ કે આવી જગ્યાઓ સામેલ નથી. 


બેંગ્લુરુ ઉપરાંત રાજધાની દિલ્હી નજીક નોઈડા સ્થિત વીએસ ઈન્સ્ટિટ્યૂટ એન્ડ હોસ્ટેલ પ્રાઈવેટ લિમિટેડના આ પ્રકારની એક અરી પર લખનઉ પેનલે કહ્યું કે પ્રતિ દિન 1000 રૂપિયાથી ઓછા ખર્ચવાળા હોસ્ટેલ પર જીએસટી લાગૂ થશે. આ નિયમ 18 જુલાઈ 2022થી લાગૂ છે. 


અત્રે જણાવવાનું કે સરકારના આ નિર્ણયથી એવા વિદ્યાર્થીઓ અને નોકરીયાતો પર પહેલા કરતા વધુ બોજો વધશે જેઓ પીજી કે હોસ્ટેલમાં રહે છે. AMRG એન્ડ એસોસિએટ્સના સીનિયર પાર્ટનર રજત મોહને કહ્યું કે હોસ્ટેલ અને પીજીમાં છાત્ર આવાસ પર 12 ટકા ટેક્સ લાગવાથી ભારતીય પરિવારનો ખર્ચો વધી જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube