જો તમે આ Railway Station પર જવાના છો તો થઇ જાઓ સાવધાન
જી હાં, પેલ્ટફોર્મ ટિકિટ (Platfrom Ticket) હેવ 50 રૂપિયાની થઇ ગઇ છે. જો તમે તમારા કોઇ સંબંધી, પરિવારજનો અથવા મિત્રને લેવા અથવા મુકવા માટે રેલવે સ્ટેશન (Railway Station) જઇ રહ્યા છો, તો તમારા માટે આ સમાચાર જાણવા જરૂરી છે. એનું ન થાય કે પ્લેટફોર્મ ટિકિટ ખરીદવા માટે તમારા ખીસ્સામાં માત્ર 10 રૂપિયા હોય અને ટિકિટ કાઉન્ટર (Ticket Counter) પર જઇ મુશ્કેલીમાં મુકાઇ જાઓ.
નવી દિલ્હી: જી હાં, પેલ્ટફોર્મ ટિકિટ (Platfrom Ticket) હેવ 50 રૂપિયાની થઇ ગઇ છે. જો તમે તમારા કોઇ સંબંધી, પરિવારજનો અથવા મિત્રને લેવા અથવા મુકવા માટે રેલવે સ્ટેશન (Railway Station) જઇ રહ્યા છો, તો તમારા માટે આ સમાચાર જાણવા જરૂરી છે. એનું ન થાય કે પ્લેટફોર્મ ટિકિટ ખરીદવા માટે તમારા ખીસ્સામાં માત્ર 10 રૂપિયા હોય અને ટિકિટ કાઉન્ટર (Ticket Counter) પર જઇ મુશ્કેલીમાં મુકાઇ જાઓ.
આ પણ વાંચો:- ગોલ્ડ ખરીદવાનો 'ગોલ્ડન' ચાન્સ! જાણો કેટલો થયો ઘટાડો
આ રેલવે સ્ટેશનમાં વધ્યા પ્લેટફોર્મ ટિકિટના ભાવ
પ્રાપ્ત જાણકારી અનુસાર પુણે જંક્શન રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધારવામાં આવ્યા છે. આ પેલ્ટફોર્મમાં પ્રવેશ કરવા માટે તમારે 50 રૂપિયા આપવા પડશે. સ્થાનીક રેલવે વિભાગે ટ્વિટ દ્વારા સ્પષ્ટતા કરી છે કે કોરોના મહામારી વચ્ચે પ્લેટફોર્મમાં ભીડ ઓછી કરવા માટે જ ટિકિટોના ભાવ વધાર્યા છે. તમને જણાવી દઇએ કે, ભારતમાં કોઇ પણ રેલવે પ્લેટફોર્મ (Railway Platform)માં પ્રવેશ કરવા માટે ટિકિની મહત્મ કિંમત 10 રૂપિયા જ છે. પુણે જંક્શનમાં પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધાર્યાની ખુબ ચર્ચા સોશિયલ મીડિયા પર થઇ રહી છે.
આ પણ વાંચો:- હવે IRCTCમા પોતાની ભાગીદારી વેચશે મોદી સરકાર! શરૂ થઈ તૈયારી
ઉલ્લેખનીય છે કે, પ્લેટફોર્મ ટિકિટથી તમે બે કલાક સુધી પ્લેટફોર્મ પર રહી શકો છો અર્થાત તમે બે કલાક સુધી તમારા પરિવારજનોને પ્લેટફોર્મ સુધી છોડવા અથવા તેમને ત્યાથી લેવાની મંજૂરી મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર