નવી દિલ્હી: કોરોના (Coronavirus)ના લીધે EPFO આ સુવિધા આપી છે કે તમે પીએફ એકાઉન્ટમાંથી 3 દિવસમાં પૈસા ઉપાડી શકો છો. જોકે અત્યારે કેટલાક લોકોને પૈસા ઉપાડવામાં સમસ્યા આવી રહી છે કારણે કે તેમના UAN (યૂનિફાઇડ એકાઉન્ટ નંબર)માં થોડી ગરબડી છે, એટલે કે જન્મ તારીખ અથવા કોઇ અન્ય તથ્ય ગરબડ છે, જેથી મિસમેચ થવાના લીધે વિડ્રોલ પ્રોસેસિંગ અટકેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેના માટે શ્રમ મંત્રાલયે કહ્યું કે તમે તાત્કાલિક EPFOનો સંપર્ક કરીને કરેક્શન માટે ઓનલાઇન રિકવેસ્ટ આપો. જન્મ તારીખમાં મિસમેચ માટે પણ કરેક્શન રિકવેસ્ટ આપી શકો છો પરંતુ સાથે જ આધાર કાર્ડની કોપી આપવી પડશે. 


EPFO ના ફિલ્ડ ઓફિસરને નિર્દેશ આપ્યા છે કે આધારનો UIDAIના સત્તાવાર આંકડા સાથે વેરિફાઇ કરવામાં આવે અને કરેક્શન કરવામાં આવે. જોકે આ શરત રાખવામાં આવી છે કે જન્મ તારીખમાં 3 વર્ષથી વધુનુ અંતર ન હોવું જોઇએ, નહી તો કામ ઓનલાઇન નહી થાય. 


હવે તમે પીએફના 75% પૈસા ઉપાડી શકો છો, અને કામ માટે ઓનલાઇન રિકવેસ્ટ આપી શકાય છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર