નવી દિલ્હી: કોરોના વાયરસને લઇને દેશભરમાં કરવામાં આવેલા લોકડાઉનના કારણે સ્થાનિક એરલાઇન્સ સૌથી વધુ પ્રભાવિત જોવા મળી છે. મંગળવારના વધુ એક ખાનગી એરલાઇન્સે પગાર ઘટાડાની જાહેરાત કરી છે. તમને જણાવી દઇએ કે, સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેના કારણે મોટાભાગના એરપોર્ટ બંધ પડ્યા છે. સૌથી વધારે પ્રભાવિત એરલાઇન્સ કંપનીઓ થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Good News, આ દિગ્ગજ કંપનીએ બનાવી લીધી Coronavirus ની રસી, જલદી ટ્રાયલ શરૂ


સ્પાઇસજેટે પણ પગાર ઘટાડવાની લાઈનમાં
સ્થાનિક એરલાઇન્સ કંપની સ્પાઈસજેટે તેના અધિકારીઓ અને કર્મચારીઓને ઈ-મેલ દ્વારા જાણકારી આપી છે કે, આર્થિક મંદીના કારણે પગારમાં 10-30 ટકાનો ઘટાડો થઇ શકે છે. ઈ-મેલમાં કહેવામાં આવ્યું છે કે, સ્પાઇસજેટના સંચાલને માર્ચમાં તમામ કર્મચારીઓના પગારમાંથી 10-30 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આપણા અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર (અજય સિંહ)એ 30 ટકા પગાર ઘટાડાનો વિકલ્પ પસંદ કર્યો છે. ઈ-મેલમાં કહેવામાં આવ્યું છે કે, આ ખુબજ મુશ્કેલી ભર્યો સમય છે અને અસાધારણ પડકારોનો સામનો કરવા માટે યોગ્ય અને સરળ ઉપાય એ સમયની આવશ્યકતા છે.


આ પણ વાંચો:- લોકડાઉનમાં EMI ન ભરવાની ચિંતા સતાવી રહી છે, તો આ સમાચાર તમારા કામના છે


IndiGo અને GoAir પહેલાથી જ કર્યો ઘટાડો
જાણકારોનું કહેવું છે કે, ફેબ્રુઆરી માસમાં કેન્દ્ર સરકાર દ્વારા વિભિન્ન આંતરરાષ્ટ્રી રૂટ બંધ કરવા અને ત્યારબાદ અચાનક યાત્રિઓના ઘટાડાના કારણેથી IndiGo અને GoAir પહેલાથી જ તેમના કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો. બંને કંપનીઓમાં 10-25 ટકા સુધી પગાર ઘટાડવાનો પ્રસ્તાવ છે.


આ પણ વાંચો:- હવે આ બેંકે કર્યો વ્યાજ દરમાં ઘટાડો, હોમ-ઓટો લોન થઈ સસ્તી


ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના સંક્રમણનો સૌથી મોટો ફટકો એવિએશન સેક્ટર પર પડી રહ્યો છે. અમેરિકાથી ચિન સુધી મોટાભાગની એરલાઇન્સમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસને કારણે યાત્રિ વિમાનમાં યાત્રા કરવાથી દુર રહે છે. ત્યારે મોટાભાગે સરકારે સંક્રમણને અટકાવવા માટે સૌથી પહેલા એરપોર્ટ બંધ કરાવ્યા છે. વધુમાં જણાવી દઇએ કે, અત્યારસુધીમાં કોરોના વાયરસના સંક્રમણથી દુનિયાભમાં 7.88 લાખ લોકો પ્રભાવિત થયા છે. જેમાંથી લગભગ 37,878 લોકોનો મોત થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube