લોકડાઉનમાં EMI ન ભરવાની ચિંતા સતાવી રહી છે, તો આ સમાચાર તમારા કામના છે

લોકડાઉનને કારણે જો તમે તમારા લોનની ઈએમઆઈ (EMI) આપવાથી ચૂકી જાઓ છો તો તમારા CIBIL પર તેનો કોઈ પ્રભાવ નહિ પડે. સામાન્ય રીતે ઈએમઆઈ (EMI) મિસ થવા પર ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર પડે છે. વ્યાજ સાથે જોડાયેલી તમામ માહિતી આપતી કંપની ટ્રાન્સયુનિયન સિબિલે સોમવારે જણાવ્યું કે, તે રિઝર્વ બેંકની ઈએમઆઈ ચૂકવવા પર લગાવવામાં આવેલ ત્રણ મહિનાના પ્રતિબંધ અંગે માહિતી મેળવી રહી છે. જેથી તેની અસર ગ્રાહકોના ક્રેડિટ સ્કોર પર ન પડે. કોરોના વાયરસના સામુદાયિક ફેલાવને રોકવા માટે સરકારે દેશભરમાં 21 દિવસનું લોકાડાઉન જાહેર કર્યું છે. આ કારણે રાષ્ટ્રવ્યાપી આર્થિત લેણદેણ ઠપ્પ પડી ગયું છે. 

લોકડાઉનમાં EMI ન ભરવાની ચિંતા સતાવી રહી છે, તો આ સમાચાર તમારા કામના છે

ઝી મીડિયા/બ્યૂરો :લોકડાઉનને કારણે જો તમે તમારા લોનની ઈએમઆઈ (EMI) આપવાથી ચૂકી જાઓ છો તો તમારા CIBIL પર તેનો કોઈ પ્રભાવ નહિ પડે. સામાન્ય રીતે ઈએમઆઈ (EMI) મિસ થવા પર ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર પડે છે. વ્યાજ સાથે જોડાયેલી તમામ માહિતી આપતી કંપની ટ્રાન્સયુનિયન સિબિલે સોમવારે જણાવ્યું કે, તે રિઝર્વ બેંકની ઈએમઆઈ ચૂકવવા પર લગાવવામાં આવેલ ત્રણ મહિનાના પ્રતિબંધ અંગે માહિતી મેળવી રહી છે. જેથી તેની અસર ગ્રાહકોના ક્રેડિટ સ્કોર પર ન પડે. કોરોના વાયરસના સામુદાયિક ફેલાવને રોકવા માટે સરકારે દેશભરમાં 21 દિવસનું લોકાડાઉન જાહેર કર્યું છે. આ કારણે રાષ્ટ્રવ્યાપી આર્થિત લેણદેણ ઠપ્પ પડી ગયું છે. 

ટ્રાન્સયુનિયન સિબિલ યાને કહ્યું કે, રિઝર્વ બેંકની ઈએમઆઈ ચૂકવવા પર લગાવવામાં આવેલ પ્રતિબંધ બાદ અમે અમારા તમામ સાથી બેંક અને વ્યાજ આપનારી સંસ્થાઓ પાસેથી આંકડા મેળવવા કામ કરી રહ્યાં છીએ. જેથી તેના પ્રતિબંધનો ગ્રાહકોના ઋણ ચૂકવવાની ગત માહિતી અને સિબિલ સ્કોર પર કોઈ પ્રતિકૂળ અસર ન પડે. રિઝર્વ બેંકના ઋણ ગ્રાહકોને લોકડાઉનના પ્રભાવથી રાહત આપવા માટે આ પગલુ ઉઠાવ્યું છે. 

EMI પર 3 મહિના મોરેટોરિયમ પીરિયડ
ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારે રિઝર્વ બેંકે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિને જોતા અનેક પ્રકારના નવા નિર્ણયો લેવામાં આવ્યા છે. રિઝર્વ બેંકે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારના વ્યાજના માસિક હપ્તા ચૂકવવા પર ત્રણ મહિના સુધી રોકવાની જાહેરાત કરી હતી. તેમાં આરબીઆઈએ નીતિગત વ્યાજ દરોમાં મોટો ઘડાટો કર્યો છે. તેની સાથે જ RBBI એ EMI માટે તમામ 3 મહિનાનો મોટરેટોરિયમ પીરિયડી જાહેરાત કરી હતી. તેના મુજબ, જો કોઈ પણ વ્યક્તિ આગામી 3 મહિના સુધી પોતાના EMI જમા નથી કરી રહ્યા તો તેમાં ડિફોલ્ટ નહિ માનવામાં આવે.   

ક્રેડિટ સ્કોરનો ફાયદો
ક્રેડિટ સ્કોર (Credit Score) અને મુખ્ય નિયમોમાંથી એક એવો મુખ્ય નિયમ છે, જેની મદદથી ક્રેડિટ માટે તમારી યોગ્યતા માલૂમ કરી શકાય. તમારો ક્રેડિટ સ્કોર જેટલો ઓછો હશે, તમારો ક્રેડિટ કાર્ડ મળવું એટલુ મુશ્કેલ બનશે. બીજી તરફ, સારો ક્રેડિટ સ્કોર માત્ર તમને ક્રેડિટ અપાવવામા માત્ર મદદ જ નથી કરતું, પરંતુ તમારા માટે આકર્ષક નિયમો તેમજ શરતોના દરવાજા પણ ખોલી દે છે. જેમ ઓછો ઈન્ટ્રેસ્ટ રેટ, વધુ ક્રેડિટ લિમિટ વગેરે....

300થી 900 ની વચ્ચે રહે છે ક્રેડિટ સ્કોર
ક્રેડિટ સ્કોર 300થી 900ની વચ્ચે રહે છે. બેંક અને ફાઈનાન્શિયલ કંપનીઓ તે લોકોને ક્રેડિટ આપવુ વધુ પસંદ કરે છે, જેનો ક્રેડિટ સ્કોર 750 થી વધુ હોય છે. કેમ કે, તેનો મતલબ એ છે કે તેઓ પોતાના ફાઈનાન્સને સારી રીતે મેનેજ કરી શકે છે. જો તમારો ક્રેડિટ સ્કોર 750થી ઓછો છો, તો તમે તેને સારો બનાવવા માટે અનેક ઉપાય અજમાવી શકો છો અને તમારી ક્રેડિટ યોગ્યતા વધારી શકો છો. આ ઉપાયોને કર્યા બાદ, તમારા ક્રેડિટ સ્કોરમાં બદલાવ દેખાવા ત્રણથી 6 મહિના લાગે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news