મુંબઇ: કોવિડ-19ના સંક્રમણને કારણે હાલમાં લોકો ઘરે જ રહેવા પર મજબૂર છે ત્યારે એચડીએફસી બેંક દ્વારા તાજેતરમાં જ લોન્ચ થયેલી ડિજિડીમેટ કમ ટ્રેડિંગ ફેસિલિટીઃ ઇન્સ્ટન્ટ ડિજિટલ ડીમેટ કમ ટ્રેડિંગ ખાતા માટેના અરજદારોની સંખ્યામાં ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સેવાને બેંકની સહાયક કંપની એચડીએફસી સિક્યુરિટીઝ સાથેની સહભાગીદારીમાં તેના પસંદગીના અને વર્તમાન ગ્રાહકોને પૂરી પાડવામાં આવી રહી છે. એક મહિનામાં ડિજિડીમેટ અને ટ્રેડિંગને 15,000થી પણ વધારે નવા ગ્રાહકો જોડાયા છે.

આ મહીને આ દિવસે બંધ રહેશે બેંક, જલદી ચેક કરી લો આ છે રજાઓનું પૂરૂ લિસ્ટ


આ સુવિધા હાલમાં એચડીએફસી બેંકના પસંદગીના ખાતાધારકો કે જેઓ તેમના નેટબેંકિંગના ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને એચડીએફસી બેંકમાં ડીમેટ ખાતું અને એચડીએફસી સિક્યુરિટીઝમાં ટ્રેડિંગ ખાતું ખોલાવી શકે છે, તેમના માટે જ ઉપલબ્ધ છે. પાત્ર ગ્રાહકો તેમના ખાતામાં લૉગઇન કરી તેમને પૂરી પાડવામાં આવેલી લિંક મારફતે પોતાની નોંધણી કરાવી શકે છે. 

PPF ખાતામાંથી પણ લઈ શકો છો લોન, ખુબ જ ઓછું આપવું પડે છે વ્યાજ


કેવાયસી અને સેટિંગની પસંદગીઓ બાદ યુઝરને વીડિયો ઇન-પર્સન ખરાઈ માટે તથા આધાર-સમર્થિત ઈ-સિગ્નેચર માટે કહેવામાં આવશે. ડીમેટ ખાતું ખોલાવવા માટે લગભગ 5 મિનિટ અને ટ્રેડિંગ ખાતું ખોલવા માટે અંદાજે 15 મિનિટ જેટલો સમય લાગે છે.

SBI એ આપી મોટી રાહત, ઓગસ્ટ સુધી EMI ચૂકવવાની મળી રાહત

ખાતાને મંજૂરી મળી જાય તે પછી અરજદાર રોકાણ કરવાનું શરૂ કરી શકે છે અને ખાતાને મંજૂરી મળવામાં 2થી માંડીને 24 કલાક સુધીનો સમય લાગે છે. ગ્રાહકોએ ખાતું ખોલાવવા માટે કોઈ ફીઝિકલ દસ્તાવેજો જમા કરાવવાની જરૂર નથી.

બિઝનેસ માટે સારા સમાચાર: એકદમ ઓછા વ્યાજદર પર મળશે લોન


ડિજિટલ ડીમેટ અને ટ્રેડિંગ ખાતાની સુવિધા એચડીએફસી બેંકમાં એક જ માલિકીનું ખાતું ધરાવતા નિવાસી ભારતીયો માટે ઉપલબ્ધ છે. ગ્રાહકો ઝડપથી રોકાણ કરવાનું શરૂ કરી શકે તે માટે તેમને તેમનો ખાતા નંબર તાત્કાલિક પૂરો પાડવામાં આવે છે.