SBI એ આપી મોટી રાહત, ઓગસ્ટ સુધી EMI ચૂકવવાની મળી રાહત

જ્યાં એક તરફ ભારતીય સ્ટેટ બેંકએ જમા પર વ્યાજ દરોમાં ઘટાડો કરીને લોકોને મોટો આંચકો આપ્યો છે. તો બીજી તરફ લોનની ઇએમઆઇ ભરનાર ગ્રાહકોને રાહત આપવાની જાહેરાત કરી છે. કોરોના વાયરસના લીધે લોકડાઉનમાં લોકોને રાહત આપવા માટે બેંકે આ પગલું ભર્યું છે. 

SBI એ આપી મોટી રાહત, ઓગસ્ટ સુધી EMI ચૂકવવાની મળી રાહત

નવી દિલ્હી: જ્યાં એક તરફ ભારતીય સ્ટેટ બેંકએ જમા પર વ્યાજ દરોમાં ઘટાડો કરીને લોકોને મોટો આંચકો આપ્યો છે. તો બીજી તરફ લોનની ઇએમઆઇ ભરનાર ગ્રાહકોને રાહત આપવાની જાહેરાત કરી છે. કોરોના વાયરસના લીધે લોકડાઉનમાં લોકોને રાહત આપવા માટે બેંકે આ પગલું ભર્યું છે. 

ભારતીય રિઝર્વ બેંક દ્વારા ત્રણ મહિના લોન પર મોરાટોરિયમ વધારવા માટે કહ્યા બાદ એસબીઆઇએ આ વાતનો નિર્ણય લીધો છે. હવે બેંક પોતાના ગ્રાહકોને એસએમએસ મોકલીને ઇએમઆઇને આગળ વધારવા માટે મંજૂરી માંગી રહી છે.

ઓગસ્ટ સુધી મળશે રાહત
હાલ બેંક ગ્રાહકોને ત્રણ મહિના સુધી લોનની ઇએમઆઇ ચુકવવાથી રાહત મળશે. આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસે ઇએમઆઇના ચૂકવણી પર 3 મહિનાની વધારાની છૂટની જાહેરાત કરી છે. તેનો અર્થ એ છે કે જો તમે આગામી 3 મહિના સુધી લોનની ઇએમઆઇ આપી શકતા નથી તો બેંક તમારા પર કોઇપણ પ્રકારનું દબાણ નાખશે નહી. તમને જણાવી દઇએ કે આ છૂટ માર્ચથી મે સુધી આપવામાં આવી હતી. હવે EMIમાં રાહતને ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news