હવે ફોન આવશે તો 40 સેકન્ડ નહી વાગે રીંગ, હવે ઘટીને થયો આટલો સમય!
કંપનીનું કહેવું છે કે તેનાથી ગ્રાહકો માટે કોલને બીજા નંબર પર કોલ ફોરવર્ડ કરવાની સુવિધા લેવી પણ મુશ્કેલ થઇ જશે. ગત મહિને આઇયૂસીના મુદ્દે બધી કંપનીઓનો વિવાદ નિયામક પાસે પહોંચી ગયો હતો.
નવી દિલ્હી: અત્યારે તમારા મોબાઇલ પર જ્યારે કોઇ કોલ આવે છે તો તેની રીંગ 35 થી 40 સેકન્ડ સુધી સંભળાઇ છે. પરંતુ એરટેલ ગ્રાહકોના ફોન પર રીંગ વાગવાનો સમય 25 સેકન્ડ થઇ ગયો છે. પ્રતિદ્વંદી રિલાયન્સ જિયો સાથે બરાબરી માટે કંપનીએ આ નિર્ણય કર્યો છે. તેનો હેતુ કોલ જોડતા લાગનાર ઇન્ટરકનેક્ટ ઉપયોગ ચાર્જ (IUC) નો ખર્ચ ઘટાડવાનો પણ છે.
ટ્રાઇએ ઇન્ટરકનેક્ટ ચાર્જ પર તેના સત્તાવાર નિર્ણય પર પહોંચતાં પહેલાં આ મુદ્દે પરસ્પર ટેલિકોમ કંપનીઓ પાસે સર્વસંમત્તિથી કોઇ સમાધાન પર પહોંચવા માટે કહ્યું હતું. ઇન્ટરકનેક્ટ ઉપયોગ શુલ્ક કોઇ એક નેટવર્કથી બીજા નેટવર્ક સાથે જોડાવવા માટે લેવામાં આવે છે. તેમાં જે નેટવર્ક પરથી કોલ કરવામાં આવે છે તે કોલ પહોંચનાર નેટવર્કને આ ચાર્જ ચુકવવો પડે છે. અત્યારે તેના દર છ પૈસ પ્રતિ મિનિટ છે.
એરટેલે કહ્યું કે તેણે ફોનની રીંગ વાગવાના સમયને 25 સેકન્ડ સુધી સીમિત કરવાનો નિર્ણય કર્યો છે. જિયો દ્વારા આમ કર્યા બાદ આ નિર્ણય લીધો છે. તેના ગ્રાહકોને અસુવિધા થઇ શકે છે. નિયામક દ્વારા આ સંબંધમાં કોઇ સ્પષ્ટ નિર્દેશ ન હોવાના લીધે કંપની પાસે કોઇ બીજો વિકલ્પ બચ્યો નથી. જોકે કંપની નિયામક સમક્ષ આ વાતને ઘણીવાર રાખી ચૂકી છે.
ટ્રાઇ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે નિયામક 14 ઓક્ટોબરના રોજ 'કોલ કરનાર વ્યક્તિને ફોનની રીંગ વાગવાના સમય પર એક ખુલ્લી ચર્ચા કરાવવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત આ આઇયૂસી મુદ્દે પણ વાતચીત થશે. તેના માટે એક પરિચર્ચા પત્ર પહેલાં જ જાહેર કરવામાં આવ્યો છે. આ મુદ્દે નિર્ણય કરવામાં આવશે.
એરટેલ ટ્રાઇને 28 સપ્ટેમ્બરના રોજ પત્રમાં કહ્યું હતું કે જો અમે અનુભવ્યું છે તેનાથી ગ્રાહકોને પરેશાની થઇ શકે છે પરંતુ ટ્રાઇ દ્વારા કોઇ નિર્દેશ ન થતાં અને ઇન્ટરકનેક્ટ ચાર્જના નુકસાનથી બચવા માટે અમારી પાસે બીજો કોઇ વિકલ્પ બચ્યો નથી. એટલા માટે અમે અમારા નેટવર્ક પર ફોનની રીંગ વાગવાનો સમય ઘટાડવાનો નિર્ણય કર્યો છે.
એરટેલે જિયોના આ પગલાના પ્રભાવ વિશે વારંવાર ટ્રાઇને જણાવ્યું છે. કંપનીનું કહેવું છે ફોનની રીંગ વાગવાનો ઓછો કરવાથી મિસ કોડની સંખ્યા વધશે.એ તેનાથી કોઇ વ્યક્તિને કોલ લગાવવા અને સાથે જ મિસ કોલ જોયા પછી કોલ કરવાની સંખ્યા પણ વધશે. તેનાથી ગ્રાહકોના અનુભવ સાથે-સાથે નેટવર્કની ગુણવત્તા પર ખરાબ અસર પડશે.
કંપનીનું કહેવું છે કે તેનાથી ગ્રાહકો માટે કોલને બીજા નંબર પર કોલ ફોરવર્ડ કરવાની સુવિધા લેવી પણ મુશ્કેલ થઇ જશે. ગત મહિને આઇયૂસીના મુદ્દે બધી કંપનીઓનો વિવાદ નિયામક પાસે પહોંચી ગયો હતો.
એરટેલે બીજા નેટવર્ક પર કોલ જોડાવવાને પૈસા ઓછું કરવા માટે જિયો પર સિસ્ટમ સાથે છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. હકિકતમાં આઇયૂસીને એક જાન્યુઆરી 2020થી ખતમ કરવાનો પ્રસ્તાવ છે. પરંતુ ટ્રાઇ આ સમયસીમાને હજુ સમીક્ષા કરી રહ્યા છે.