નવી દિલ્હી: રેલવે ટિકિટ બુક કરાવવાની તે પણ પૈસા આપ્યા વગર? વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યોને તમને. પરંતુ આ સુવિધા ઉપલબ્ધ છે અને તમે તેનો ફાયદો પણ ઉઠાવી શકો છો. કેવી રીતે, તેનો જવાબ અમે તમને આપશું. સાથે જ તમને જણાવી શું તે રીત જે એકદમ સરળ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- માત્ર 12 રૂપિયા આપવા પર થશે 2 લાખનો ફાયદો, વિશ્વાસ ન હોય તો વાંચો આ સમાચાર


રેલવેમાં છે આ શાનદાર સુવિધા
વગર પૈસા આપે ટિકિટ બુક કરાવવાની આ શાનદાર સ્કીમ તમામ લોકો માટે ઉપલબ્ધ છે. યાત્રી પૈસા વગર પોતાની ટિકિટ બુક કરાવી શકે છે. જો કે, ટિકિ ત્યારે બુક થશે, જ્યારે IRCTC પર તમારું રજિસ્ટર્ડ એકાઉન્ટ હશે. અમારી સહયોગી વેબસાઈટ zeebiz.comના અનુસાર IRCTCએ અર્થશાસ્ત્ર પ્રાઇવેટ લિમિટેડના પાયલોટ પ્રોજેક્ટ ઈ-પે લેટર (ePayLater)ની સાથે કરાર કર્યો છે. તેના અંતર્ગત તમે ટિકિટ બુક કરાવ્યાના 14 દિવસ પછી પૈસા ચુકવી શકો છો. એટલે કે આ ટિકિટ બુકિંગની ચુકવણી કરવા માટે તમને 14 દિવસનો સમય મળશે.


આ પણ વાંચો:- કોરોના સંકટ વચ્ચે સતત નવમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો નવા રેટ


શું છે ePayLater?
પ્રોજેક્ટમાં કોઈપણ ગ્રાહક IRCTCની વેબસાઈટથી પેમેન્ટ કર્યા વગર ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવી શકે છે. પેમેન્ટની ચુકવણી 14 દિવસ બાદ કરવામાં આવી શકે છે. જો કે, ગ્રાહકોને તેનો ફાયદો મેળવવા બદલે ચુકવણી સમયે 3.5 ટકાનો સર્વિસ ચાર્જ આપવો પડશે. પરંતુ 14 દિવસની અંદર પેમેન્ટ કરનાર યાત્રીને વધારે વ્યાજ ચુકવવું નહીં પડે. ખાસ વાત એ છે કે, સમય પર ચુકવણી કરનાર લોકોની ક્રેડિટ લિમિટ વધારવામાં આવશે.


આ પણ વાંચો:- હવે મળશે Coronavirus ને ધોબીપછાડ!, પતંજલિનો મોટો દાવો-બનાવી લીધી કોરોનાની દવા


કેવી રીતે બુક થશે પેમેન્ટ વગર ટિકિટ?
ટિકિટ બુક કરાવવા માટે સૌથી પહેલા તમારું IRCTC એકાઉન્ટ લોગિન કરો. જો એકાઉન્ટ ન હોય તો નવું એકાઉન્ટ બનાવી લો. ટિકિટ બુક કરવા માટે સૌથી પહેલા ટ્રેનની પસંદગી કરો અને તેમારી ડિટેલ ભરો. ત્યારબાદ Book Nowના ઓપ્શન પર ક્લિક કરો. ત્યાં એક નવું પેજ ઓપન થશે. જેમાં તમારે પેસેન્જર ડિટેલ અને કેપ્ચા કોર્ડ ભરવાનું ઓપ્શન આવશે. તેને ભર્યા બાદ સબ્મિટ કરી દો. ત્યારબાદ પેમેન્ટ ડિટેલનું પેજ ખુલશે. તેમાં તમારે ક્રેડિટ, ડેબિટ, BHIM App, નેટ બેંકિંગથી પેમેન્ટ કરી શકો છો. આ સાથે તમને ePayLaterનું ઓપ્શન પણ જોવા મળશે.


આ પણ વાંચો:- Corona Impact: બેરોજગારી દરને લઇને ફેડરલ રિઝર્વનો મુશ્કેલીમાં મુકતો ખુલાસો


કેવી રીતે થશે ઈ-પે લેટરથી બુકિંગ?
ePayLaterનો ફાયદો ઉઠાવવા માટે સૌથી પહેલા ePayLater પર રજિસ્ટ્રેશન કરવાનું રહશે. તેના માટે તમે www.epaylater.in પર જઇને પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. રજિસ્ટ્રેનશ કર્યા બાદ તમારી સામે બિલ પેમેન્ટનું ઓપ્શન આવશે. તેને સિલેક્ટ કર્યા બાદ તમને પેમેન્ટ કર્યા વગર ટિકિટ મળી જશે. ટિકિટ બુક થયાના 24 કલાકની અંદર તમને ડિલિવરી દ્વારા તમારી ટિકિટ પણ મળી જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube