Corona: હવે મળશે Coronavirus ને ધોબીપછાડ!, પતંજલિનો મોટો દાવો-બનાવી લીધી કોરોનાની દવા
ચીન અને અમેરિકા વચ્ચેની કોલ્ડ વોરથી પણ મોટું એક યુદ્ધ દુનિયામાં ચાલી રહ્યું છે અને તે છે કોરોનાની દવા શોધીને તેને પરાસ્ત કરવાના પ્રયત્નનું યુદ્ધ. આ યુદ્ધમાં દુનિયાના જે ગણ્યાં ગાંઠ્યા યોદ્ધા દેશો છે તેમાં ભારતનું પણ નામ સામેલ છે જેની પાસેથી આશા સેવાઈ રહી છે કે તે જલદી કોરોનાની દવા શોધી લેશે. લાગે છે કે ભારતે આ યુદ્ધમાં બાજી મારી લીધી છે. વિશ્વપ્રસિદ્ધ પતંજલિ બ્રાન્ડ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેમણે કોરોનાની દવા શોધી લીધી છે.
Trending Photos
નવી દિલ્હી: ચીન અને અમેરિકા વચ્ચેની કોલ્ડ વોરથી પણ મોટું એક યુદ્ધ દુનિયામાં ચાલી રહ્યું છે અને તે છે કોરોનાની દવા શોધીને તેને પરાસ્ત કરવાના પ્રયત્નનું યુદ્ધ. આ યુદ્ધમાં દુનિયાના જે ગણ્યાં ગાંઠ્યા યોદ્ધા દેશો છે તેમાં ભારતનું પણ નામ સામેલ છે જેની પાસેથી આશા સેવાઈ રહી છે કે તે જલદી કોરોનાની દવા શોધી લેશે. લાગે છે કે ભારતે આ યુદ્ધમાં બાજી મારી લીધી છે. વિશ્વપ્રસિદ્ધ પતંજલિ બ્રાન્ડ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેમણે કોરોનાની દવા શોધી લીધી છે.
ક્લિનિકલ ટ્રાયલનું પરિણામ આવવાનું છે
એક બાજુ અમેરિકા, ચીન, ઈટાલી, બ્રિટન, ઈઝરાયેલ અને ભારત પણ સતત કોરોનાની રસી બનાવવાનું કામ ઝડપભેર કરી રહ્યાં છે ત્યા બીજી બાજુ કદાચ ભરતે ખુશખબર આપ્યા છે. જો પતંજલિનો આ દાવો સાચો નીકળે તો ભારત તરફથી દુનિયાને મોટી ભેંટ હશે. પતંજલિના જણાવ્યાં મુજબ તેમની દવાના ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલનું પરિણામ પણ આવવાનું છે.
હરિદ્વારમાં ચાલતુ હતું દવા બનાવવાનું કામ
લાંબા સમયથી હરિદ્વારમાં પતંજલિ બ્રાન્ડ હેઠળ દેશ અને દુનિયા માટે સૌથી મહત્વની કોરોનાની દવા પર કામ ચાલુ હતું. પતંજલિ બ્રાન્ડ આજની તારીખમાં આખી દુનિયામાં આયુર્વેદની નંબર વન બ્રાન્ડ છે જેનો શ્રેય આચાર્ય બાલકૃષ્ણ અને બાબા રામદેવને જાય છે. કોરોના વાયરસથી થતા સંક્રમણે દુનિયામાં કોહરામ મચાવેલો છે. આવામાં જો પતંજલિનો આ દાવો સાચો નીકળે તો ભારત તરફથી આ દાયકાની સૌથી મહત્વની દવા ગણાશે.
જુઓ LIVE TV
પતંજલિ શોધ કેન્દ્રને જાય છે શ્રેય
પતંજલિ બ્રાન્ડની તમામ દવાઓ પતંજલિ શોધ કેન્દ્રની નિગરાણીમાં બનાવવામાં આવે છે. ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા આ પતંજલિ શોધ કેન્દ્ર હવે કોરોના દવાના અનુસંધાન માટે ઓળખાઈ શકે છે. જેણે કોરોનાના દર્દીઓને સાજા કરવાની દવા બનાવવાનો દાવો કર્યો છે. હવે બસ તેના અંતિમ પરીક્ષણના પરિણામની રાહ જોવાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે