તમને 5000 રૂપિયાની તૈયારી, 15મેના રોજ આ રાજ્યમાં ખુલશે રજિસ્ટ્રેશન
લોકડાઉન (Lockdown) વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્થાનિક જનતાને આર્થિક મદદ આપવાની વિભિન્ન યોજના ચાલી રહી છે. સૌથી સમજદાર તે લોકો છે જે આ સમાચારો પર બારીકાઇથી નજર રાખે છે અને સમય રહેતાં આર્થિક મદદ માટે યોગ્ય જગ્યાએ એપ્લાઇ કરે.
નવી દિલ્હી: લોકડાઉન (Lockdown) વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્થાનિક જનતાને આર્થિક મદદ આપવાની વિભિન્ન યોજના ચાલી રહી છે. સૌથી સમજદાર તે લોકો છે જે આ સમાચારો પર બારીકાઇથી નજર રાખે છે અને સમય રહેતાં આર્થિક મદદ માટે યોગ્ય જગ્યાએ એપ્લાઇ કરે. એવામાં અમે તમને જણાવી રહ્યા છે કે કેવી રીતે તમને મળી શકે છે 5000 રૂપિયા...
આ રાજ્ય આપી રહ્યા છે પૈસા
લોકડાઉન વચ્ચે વિભિન્ન રાજ્ય પોતાના સ્થાનિક નિવાસીઓને રાશન અને આર્થિક મદદ આપી રહ્યા છે. એવામાં દિલ્હી સરકારે પણ પોતાના સ્થાનિક નોકરી અને મજરી કરનાર વિભિન્ન વર્ગોને 5000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
કર્મચારીઓ માટે Alert! ઓફિશિયલ ઇ-મેલ વડે પણ ખાલી થઇ શકે છે તમારું બેંક એકાઉન્ટ
આ લોકોને મળશે ફાયદો
અમારી સહયોગી ઝીબિઝ ડોટકોમના અનુસાર દિલ્હી સરકાર દ્વારા મળતી માહિતી અનુસાર રાજધાનીમાં રહેનાર ગ્રાઉન્ડ વર્કર, કંસ્ટ્રકશન સાઇટ પર હાજર ચોકીદાર, કોક્રીટ મિક્સચરવાળા, ક્રેન ઓપરેટર, ઇલેક્ટ્રિશિયન, ફિટરમેન, લુહાર, પંપ ઓપરેટર, રાજમિસ્ત્રી, ટાઇલ્સ સ્ટોન ફીટર, વેલ્ડર, કુલી અને મજૂરોને નવી સ્કીમ હેઠળ આર્થિક મદદ પુરી પાડવામાં આવશે.
વોટ્સએપમાં એડ થઈ શકે છે 50 લોકોની સાથે વીડિયો કોલિંગનું ફીચર
15મેથી શરૂ થશે રજિસ્ટ્રેશન
સરકાર વેબસાઇટની એક લિંક ઇશ્યૂ કરશે. શ્રમિક પોતે અથવા અન્ય કોઇ વ્યક્તિની મદદથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકે છે. તેના માટે જરૂરી કાગળિયાની ફોટો કોપી અપલોડ કરવી પડશે. આ રજિસ્ટ્રેશન 15 થી 25 મે સુધી ચાલુ રહેશે. ત્યારબાદ જેટલા લોકોના ફોર્મ આવશે, તેમનું 25 મે બાદ વેરિફિકેશન હશે. એકવાર પ્રોસેસ થયા બાદ બેંક ખાતામાં પૈસા ટ્રાંસફર કરવામાં આવશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube