નવી દિલ્હી: આજથી લોકડાઉન 4  (Lockdown 4.0) શરૂ થઇ ગયું છે, પરંતુ આ લોકડાઉન (Lockdown )ની સારી વાત એ છે કે તેમાં હવે તમને ઘરની જરૂરિયાતનો સામાન ખરીદવા માએ પરેશાન થવું નહી પડે. આજથી તમે ઓનલાઇન શોપિંગ કરી શકો છો. તમામ ઇ-કોમર્સ કંપનીઓએ આખા દેશમાં પોતાની સેવા શરૂ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીવી, ફ્રીજ, એસી અને સ્માર્ટફોન ખરીદો
ગૃહ મંત્રાલયના નવા દિશા-નિર્દેશોના અનુસાર હવે તમે ગ્રીન,ઓરેન્જ અને રેડ ઝોનમાં પણ દરેક પ્રકારની ઓનલાઇન શોપિંગ કરી શકો છો. એટલે કે ટીવી, ફ્રીજ, એસી અથવા કુલર પણ સામેલ છે, તમે ખરીદી શકો છો. 


Amazon – Flipkart એ શરૂ કરી સેવા
જાણકારોનું કહેવું છે કે Amazon – Flipkart  જેવી કંપનીઓ પોતાની સાઇટ પરથી પ્રતિબંધ હટાવી દીધો છે. હવે તમે કોઇપણ પ્રોડક્ટ ઝંઝટ વિના ખરીદી શકો છો. તમામ સાઇટોએ પોતાની તમામ પ્રોડક્ટ પરથી પાબંધી હટાવી દીધી છે. તમે સામાન સિલેક્ટ કરી તાત્કાલિક ડિલીવરી મેળવી શકો છો. 


તમને જણાવી દઇએ કે Lockdown 4.0માં ઘણી સેવાઓને છૂટ મળી છે, જ્યારે કેટલીક સેવાઓ પર પહેલાં માફક પાબંધી છે. ટ્રેન, પ્લેન, મેટ્રો, જિમ, સિનેમા હોલ, શોપિંગ મોલ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેનમેન્ટ પાર્ક, થિયેટર, બાર સ્કૂલ-કોલેજ પહેલાંની માફક બંધ રહેશે. લોકોની જરૂરિયાતને જોતાં સરકારે ઓનલાઇન શોપિંગ ખોલવાનો નિર્ણય કર્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube