તો આ કારણે બંધ થઈ 2000 રૂપિયાની નોટ? PM મોદીના પૂર્વ પ્રિન્સિપલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રાએ જણાવી દીધું કારણ
2000 Notes Latest News : પીએમ મોદીના પૂર્વ પ્રિન્સિપલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું છે કે પીએમ મોદીએ શરૂઆતથી જ 2000ની નોટને વ્યવહારિક ચલણ તરીકે નહોતું માન્યું. તેમણે કહ્યું કે આ નોટને કામચલાઉ ઉકેલ તરીકે લાવવામાં આવી છે. એટલા માટે 2018-19થી આ નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું.
નવી દિલ્હીઃ બે હજાર રૂપિયાની નોટ (2000 Rupee Note) ને પરત લેવાનું પહેલાથી નક્કી હતું. નોટબંધી (Notebandi)ના સમયે આ નોટ એક અસ્થાયી સમાધાનના રૂપમાં લાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીના પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા (Nripendra Misra)એ શનિવારે આ વાત કહી છે. 8 નવેમ્બર 2016ના જ્યારે નોટબંધી (Demonetisation) થયું હતું, તે સમયે નૃપેન્દ્ર મિશ્રા પ્રધાનમંત્રી મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી હતા. નોટબંધીની પ્રક્રિયામાં તે સામેલ હતા અને નોટબંધી પાછળના વિચારને પણ તે જાણતા હતા. 2000 રૂપિયાની નોટ સર્કુલેશનથી બહાર થયા બાદ તેમણે એક આમ આદમીના રૂપમાં પોતાની વાત કહી છે.
2,000 ની નોટોને પ્રેક્ટિકલ કરન્સી નથી માનતા મોદી
મિશ્રાએ કહ્યુ, પીએમ મોદી હંમેશાથી તે માનતા હતા કે 2000 રૂપિયાની નોટ રૂટિન વહીવટ માટે એક પ્રેક્ટિકલ કરન્સી નથી. આ સિવાય તે બ્લેક મની અને ટેક્સ ચોરીને પણ સરળ બનાવે છે. પીએમ મોદીએ હંમેશા નાની નોટોને વ્યાવહારિક મુદ્દા માની છે. તેમણે આગળ કહ્યું- બે હજાર રૂપિયાની નોટને પરત લેવી પ્રધાનમંત્રીના મોડ્યૂલર બિલ્ડિંગ એપ્રોચને દર્શાવે છે. તેની શરૂઆત 2018-2019માં બે હજાર રૂપિયાની નોટ છાવપા પર પ્રતિબંધની સાથે થઈ. ત્યારબાદ ધીમે-ધીમે તે ચલણમાંથી બહાર થઈ ગઈ અને હવે 30 સપ્ટેમ્બર 2023ના સંપૂર્ણ રીતે ચલણમાંથી બહાર થઈ જશે.
આ પણ વાંચોઃ રાહતના સમાચાર, બેન્ક ગયા વગર પણ બદલી શકો છો 2000 રૂપિયાની નોટ, જાણો વિગત
વર્ષ 2018-2019થી છાપકામ બંધ
આરબીઆઈએ પોતાની રિલીઝમાં શુક્રવારે જણાવ્યું હતું કે બે હજાર રૂપિયાની નોટનું છાપકામ વર્ષ 2018-2019થી બંધ થઈ ગયું છે. બે હજાર રૂપિયાની નોટને આરબીઆઈ એક્ટ 1934ના સેક્શન 24 (1) હેઠળ લાવવામાં આવી હતી. જૂની 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થયા બાદ કરન્સી રિક્વાયરમેન્ટને કારણે આ નોટ લાવવામાં આવી હતી. જ્યારે 500, 200 અને 100 સહિત નાની નોટ પર્યાપ્ત માત્રામાં બજારમાં આવી ગઈ તો આ બે હજાર રૂપિયાની નોટ લાવવાનો ઉદ્દેશ્ય પણ પૂર્ણ થઈ ગયો.
નોટબંધીથી અલગ છે આ નિર્ણય
2,000 રૂપિયાની નોટને સર્કુલેશનથી બહાર કરવાનો નિર્ણય નોટબંધીથી અલગ છે. નાણા સચિવ ટીવી સોમનાથને (T V Somanathan) આ વાત કહી છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય નવેમ્બર 2016માં કરવામાં આવેલી નોટબંધીથી અલગ છે. સાથે તેમણે કહ્યું કે, ઇકોનોમી પર તેનો કોઈ પ્રભાવ પડશે નહીં. સોમનાથનને 30 સપ્ટેમ્બર સુધી જમા ન કરવામાં આવેલી નોટ વિશે પૂછવા પર કહ્યું કે બેન્કોની પાસે તેના ઉપાયની યોગ્ય વ્યવસ્થા હશે.
આ પણ વાંચોઃ 28 રૂપિયાના શેરનો કમાલ, 1 લાખના બનાવી દીધા 12.40 લાખ રૂપિયા, 1100% નું રિટર્ન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube