VIDEO: ગુજરાતમાં બની રોયલ કંકોત્રી! આખા દેશમાં ચારેબાજુ ચર્ચા! 500 વર્ષ સુધી ચાલે એવું છે બોક્સ!
ચાંદીની મૂર્તિ, 500 વર્ષ સુધી ચાલે તેવી ભગવત ગીતા અને ટ્રેડિશનલ ટ્રંક થીમવાળી કંકોત્રી ખાસ મોખરે છે. આ કંકોત્રી ની કિંમત રૂપિયા 5,000 થી લઈને 50,000 સુધીની છે અત્યાર સુધી લોકો લગ્નમાં ખર્ચ કરીને આકર્ષણનું કેન્દ્ર ઊભું કરતા હતા પરંતુ હવે લગ્નની જે કંકોત્રી છે તે આકર્ષણ રૂપ બનાવી લોકો માટે લાંબા સમય સુધી સ્મૃતિ ભેટ બની રહે તે માટેનો પ્રયાસ કરી રહ્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: શહેરમાં લગ્નની સિઝનમાં ભવ્ય અને શોખીન કંકોત્રી માટેનો નવો ટ્રેન્ડ લોકપ્રિય બની રહ્યો છે. હવે લગ્નનું આમંત્રણ માત્ર કાગળનું કાર્ડ ન રહેતાં, નવીનતમ ડિઝાઇન સાથે લક્ઝુરિયસ રીતે તૈયાર કરવામાં આવી રહેલું છે. ચાંદીની મૂર્તિ, 500 વર્ષ સુધી ચાલે તેવી ભગવત ગીતા અને ટ્રેડિશનલ ટ્રંક થીમવાળી કંકોત્રી ખાસ મોખરે છે. આ કંકોત્રી ની કિંમત રૂપિયા 5,000 થી લઈને 50,000 સુધીની છે અત્યાર સુધી લોકો લગ્નમાં ખર્ચ કરીને આકર્ષણનું કેન્દ્ર ઊભું કરતા હતા પરંતુ હવે લગ્નની જે કંકોત્રી છે તે આકર્ષણ રૂપ બનાવી લોકો માટે લાંબા સમય સુધી સ્મૃતિ ભેટ બની રહે તે માટેનો પ્રયાસ કરી રહ્યા છે.
લગ્નના શોખીન અને ભવ્ય આયોજનમાં કંકોત્રી પણ ખાસ મહત્વ પામી રહી છે. સુરતની એક ડિઝાઇન કંપનીમાં બનેલા કાર્ડ્સની કિંમત 1,500 થી શરૂ થઈને 50,000 રૂપિયા સુધી છે. તેમાં વપરાતા મટીરિયલ્સ અને અનોખા આઈડિયાથી આ કાર્ડ્સને ડિઝાઇન કરવામાં આવે છે.
ચાંદીની મૂર્તિ સાથે પારંપરિક સ્પર્શ
કંકોત્રીમાં ખાસ રીતે લક્ષ્મીજી, ગણેશજી અને શ્રીરામજીની ચાંદીની મૂર્તિનો સમાવેશ થાય છે. આ મૂર્તિઓ સાથે પરંપરાગત ડિઝાઇન કરેલું કાર્ડ વિલક્ષણ લુક આપે છે. આ પ્રકારના કાર્ડ્સ મહેમાનો માટે યાદગાર ભેટ સમાન બની રહે છે.
ગ્રાન્ડ વેડિંગ માટે રોયલ કંકોત્રી, સુરતમાં રુપિયા 1500થી 50,000 સુધીની લક્ઝુરિયસ કંકોત્રીનો જબરો ટ્રેન્ડ#Gujarat #Surat #Viral #ViralVideo #Trending #TrendingNow #WeddingSeason pic.twitter.com/JVq0XxWs77
— Zee 24 Kalak (@Zee24Kalak) November 28, 2024
મોટા ટ્રંકમાં આયોજિત આમંત્રણ
કેટલાક ખાસ કાર્ડ્સ વુડન ટ્રંકમાં ડિઝાઇન કરાય છે. આ ટ્રંક લેઝર કટીંગ અને હાઈ-ક્વોલિટી વુડથી બનાવવામાં આવે છે. સાથે ડ્રાયફ્રૂટ્સની બોટલ્સ રાખવામાં આવે છે, જે રિ-યૂઝ કરી શકાય છે. આ પ્રકારના કાર્ડ્સની કિંમત 30,000 સુધી જાય છે.
‘સાત ફેરા’ થીમવાળી અનોખી ડિઝાઇન
‘સાત ફેરા’ થીમ પર આધારિત કાર્ડ્સમાં હવનકુંડ અને વિવાહ માટે વપરાતી સામગ્રી શામેલ છે. આ કાર્ડમાં કાચની બોટલ્સમાં હળદર, મૌલી, કુમકુમ જેવી સામગ્રી અને લગ્ન વિધિ સાથે જોડાયેલી વસ્તુઓ હોય છે.
500 વર્ષ સુધી ટકી શકે તેવી ભગવદ્ ગીતા
એક ખાસ કંકોત્રીમાં ભગવદ્ ગીતા તેમજ અન્ય પવિત્ર વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ગીતા લાકડાના બોક્સમાં રાખવામાં આવે છે, જે 500 વર્ષ સુધી ટકી શકે છે. તેમાં શ્લોકી પુસ્તક અને ગંગાજળ પણ શામેલ છે.
રોયલ ફિનિશિંગ માટે ખાસ ધ્યાન
કાર્ડ્સમાં એક્રેલિક, ગ્લાસ, ગોલ્ડ પ્લેટેડ અને સિલ્વર પ્લેટેડ મટિરિયલનો ઉપયોગ થાય છે. ફિનિશિંગમાં ખાસ ધ્યાન આપીને તેને વિલક્ષણ બનાવવામાં આવે છે.
કંકોત્રીમાં ભેટ જેવી ઈન્ટેબલ વસ્તુઓ
સામાન્ય રીતે કાર્ડમાં નામ અને સ્થળની માહિતી હોય છે, પરંતુ આજકાલ તેમાં નાની ભેટ તરીકે મિસરી અને એલચી જેવી વસ્તુઓ સિલ્વર કોટિંગ સાથે શામેલ કરવામાં આવે છે, જે રોયલ લુક આપે છે.આ નવીનતમ ડિઝાઇન અને લક્ઝુરિયસ ટચ સાથેની કંકોત્રી માત્ર આમંત્રણ નહીં, પરંતુ એક યાદગાર સ્મૃતિ તરીકે લોકપ્રિય થઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે