ફાયદો થશે કે નુકસાન જશે? NTPC Green Energy IPO માં રોકાણ કરતા પહેલા જાણો મોટી વાતો
ગ્રે માર્કેટમાં એનટીપીસી ગ્રીન એનર્જી (NTPC Green Energy IPO)ના શેર 1-2 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. તેવામાં તેના શેરનું સુસ્ત લિસ્ટિંગ થઈ શકે છે. મહત્વનું છે કે આ આઈપીઓ મંગળવાર એટલે કે 19 નવેમ્બરે સબ્સક્રિપ્શન માટે ઓપન થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ સરકારની માલિકીવાળી પાવર સેક્ટરની દિગ્ગજ કંપની NTPC લિમિટેડની સહયોગી કંપની NTPC Green Energy નો આઈપીઓ 19 નવેમ્બર 2024થી સબ્સક્રિપ્શન માટે ઓપન થઈ રહ્યો છે, જે 22 નવેમ્બરે બંધ થશે. કંપની આઈપીઓ દ્વારા 10,000 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. આ ચર્ચાસ્પદ આઈપીઓના IDBI Capital, HDFC Bank, IIFL Capital અને Nuvama લીડ મેનેજર છે.
જાણો શું છે GMP?
ગ્રે માર્કેટમાં એનટીપીસી ગ્રીન એનર્જીના શેરની વાત કરીએ તો તે મંગળવારે લોન્ચ થતાં પહેલા 1-2 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. તેવામાં તાજેતરમાં લિસ્ટ થયેલા સ્વિગી અને હ્યુન્ડઈ મોટરની જેમ તેના શેરનું પણ સામાન્ય લિસ્ટિંગ થઈ શકે છે. પરંતુ જીએમપી ઓછો હોવાનો તે અર્થ નથી કે શેરનું લિસ્ટિંગ નબળું થાય. કંપનીએ આઈપીઓ માટે 102-108 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ આઈપીઓ દ્વારા 92.5 કરોડ ફ્રેશ ઈક્વિટી શેર વેચવામાં આવશે.
આ પણ વાંચોઃ સતત ગગડીને આજે જોરદાર ઉછળ્યું સોનું, ચાંદી પણ મોંઘી થઈ, ફટાફટ જાણો લેટેસ્ટ રેટ
ઓછામાં ઓછું 14904 રૂપિયાનું કરવું પડશે રોકાણ
25 નવેમ્બરે એલોટમેન્ટ સ્ટેટસ ફાઇનલાઇઝ કરવામાં આવશે, જ્યારે 26 નવેમ્બરે રિફંડ અને ASBA નું અનલોકિંગ થશે. તો આ આઈપીઓ 27 નવેમ્બરે શેર બજારમાં લિસ્ટ થશે. મહત્વનું છે કે આઈપીઓમાં ઓછામાં ઓછા 138 શેર માટે રોકાણ કરવું પડશે, તે માટે 14904 રૂપિયા રોકવા પડશે. બજાજ બ્રોકિંગે લોન્ગ ટર્મ માટે રોકાણ કરવાની સલાહ આપી છે.
આ જગ્યાઓ પર થશે પૈસાનો ઉપયોગ
મહત્વનું છે કે આઈપીઓ દ્વારા મળેલા પૈસા સહયોગી કંપની NTPC Renewable Energy માં રોકાણ કરવા, ડેબ્ટ ચુકવવા અને કોર્પોરેટ જરૂરીયાત પુરી કરવા ખર્ચ કરવામાં આવશે. NTPC Green Energy વર્તમાન સમયમાં દેશની સૌથી મોટી PSU રિન્યુએબલ એનર્જી કંપની છે. જૂન 2024 સુધી કંપની પાસે 14696 મેગાવોટનો રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો છે, જેમાં 2925 મેગાવોટના ઓપરેટિંગ પ્રોજેક્ટ્સ અને 11771 મેગાવોટના કોન્ટ્રાક્ટેડ તથા એવોર્ડેડ પ્રોજેક્ટ્સ સામેલ છે.