નવી દિલ્હીઃ ઘણી સરકારી કંપનીઓના શેરમાં છેલ્લા કેટલાક મહિનામાં ખુબ તેજી જોવા મળી છે. તેમાં એનટીપીસી  (NTPC)પણ સામેલ છે. છેલ્લા એક વર્ષમાં આ પાવર કંપનીના શેરમાં 99 ટકાની તેજી આવી છે, જ્યારે છેલ્લા છ મહિનામાં તે 50 ટકા વધી ચૂક્યો છે. તાજેતરમાં આ સ્ટોક 360.35 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. જાણકારોનું કહેવું છે કે ભવિષ્યમાં તે 425 રૂપિયા સુધી પહોંચી શકે છે. ગુરૂવારે તે બીએસઈ પર 0.03 ટકાની તેજીની સાથે 351.95 રૂપિયા પર બંધ થયો હતો. તેનો 52 સપ્તાહનો લો 166.65 રૂપિયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સરકારી કંપનીનો શેર છ માર્ચે 360.35 રૂપિયાનટા ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. આ સ્ટોકનો પીઈ રેશિયો 17.51 છે, જ્યારે સેક્ટરનો પીઈ 25.25 છે. આ સેક્ટરની બીજી કંપનીઓની વાત કરીએ તો પાવરગ્રિડનો પીઈ રેશિયો 17.31, ટાટા પાવરનો 37.7, અદાણી પાવર 9.37 અને અદાણી એનર્જી સોલ્યુશન્સનો 102.35 છે. એનટીપીસીનો પ્રાઇઝ ટુ બુક રેશિયો 2.45 છે. તેની તુલનામાં પાવરગ્રિડનો પીબી રેશિયો 2.92, ટાટા પાવરનો 5.22, અદાણી પાવરનો 11.69 અને અદાણી એનર્જી સોલ્યુશનનો 10.82 છે. ટેકનિકલ ટર્મમાં જુઓ તો એનટીપીસીનો રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ 63.1 છે. આ શેર પોતાના પાંચ દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે. 


આ પણ વાંચોઃ બેન્ક એકાઉન્ટમાં મોદી સરકાર મોકલશે 78000 રૂપિયાની સબસિડી, બસ કરવું પડશે આ કામ


ક્યાં સુધી જઈ શકે છે કિંમત
બ્રોકરેજ ફર્મ શેરખાને એનટીપીસીના શેરને બાય રેટિંગ આપતા 425 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કરી છે. પાંચ માર્ચે એનટીપીસીને બીએચઈએલથી 9500 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં એનટીપીસીનો પ્રોફિટ 7 ટકાની તેજીની સાથે 5209 કરોડ રૂપિયા રહ્યો, જે એક વર્ષ પહેલા 4854 કરોડ રૂપિયા હતો. ક્વાર્ટરના આધારે જુઓ તો કંપનીનો નેટ પ્રોફિટ 10 ટકા વધ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીને 4726 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હતો. પરંતુ ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું રેવેન્યૂ ચાર ટકાના ઘટાડા સાથે 42820 કરોડ રૂપિયા રહ્યું હતું.