Nykaa Share Price: ઓનલાઇન બ્યૂટી રિટેલર નાયકાના શેરમાં ભારે ઘટાડા બાદ વિદેશી રોકાણકારોએ જૂન ક્વાર્ટર દરમિયાન કંપનીમાં પોતાની ભાગીદારી વેચી દીધી છે. વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ જૂન સુધી પોતાની ભાગીદારી ઘટીડી 9.93 ટકા કરી દીધી, જ્યારે માર્ચ સુધી કંપનીમાં તેની ભાગીદારી 12.17 ટકા હતી. એક્સચેન્જો પાસે ઉપલબ્ધ લેટેસ્ટ શેરધારિતા આંકડા અનુસાર એન્કર ઈન્વેસ્ટરો સરકારી પેન્શન ફંડ ગ્લોબલે જૂન ક્વાર્ટર દરમિયાન ભાગીદારીને સામાન્ય ઘટાડી 1.13 ટકા કરી દીધી છે, જે પાછલા ક્વાર્ટરમાં 1.15 ટકા હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઈન્વેસ્ટરોએ વધારી ભાગીદારી
આ વચ્ચે એક અન્ય વિદેશી ઈન્વેસ્ટર કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડે પોતાની ભાગીદારી સામાન્ય 0.01 ટકા વધારી 1.47 ટકા કરી દીધી છે. પરંતુ ઘરેલૂ ફંડ હાઉસોએ કંપનીમાં વિશ્વાસ દેખાડવાનું યથાવત રાખ્યું અને જૂન ક્વાર્ટર સુધી પોતાની ભાગીદારી વધારી 8.5 ટકા કરી દીધી. માર્ચ ક્વાર્ટરના અંતમાં કંપનીમાં એમએફની ભાગીદારી લગભગ 5.14 ટકા હતી. 


આ પણ વાંચોઃ HDFC ના પૂર્વ ચેરમેનનો પ્રથમ ઓફર લેટર વાયરલ, જાણો 1978માં કેટલો હતો પગાર?


કંપની મુખ્ય રીતે પ્રમોટરની માલિકિવાળી છે- 52.28 ટકાની સાથે- જ્યારે જાહેર શેરધારકો પાસે બાકીના 47.72 ટકા શેર છે. જાહેર શેરધારકો વચ્ચે આઈસીઆઈસીઆઈ પ્રૂ લાઇફે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ભાગીદારી 2.34 ટકાથી વધારી 2.63 ટકા કરી દીધી છે. આ વર્ષે ખરાબ પ્રદર્શન છતાં રિટેલ ઈન્વેસ્ટરો કંપનીમાં યથાવત રહ્યાં કારણ કે તેની સંયુક્ત શેરધારિતા (2 લાખ રૂપિયા સુધીની મૂડી વાળા અને 2 લાખ રૂપિયાથી વધુ વાળા) વધીને 11.63 ટકા થઈ ગઈ. 


52 વીક હાઈથી 70 ટકા તૂટ્યો સ્ટોક
સ્ટોક પોતાના 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરથી લગભગ 70 ટકા ઓછા પર કારોબાર કરી રહ્યો છે. વિશ્લેષકોનું કહેવું છે કે ઉદ્યોગમાં આકરી કોમ્પિટિશન નાયકાની વિકાસ સંભાવનાઓને નુકસાન પહોંચાડી રહી છે. છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં નબળી આવક અને ટોપ મેનેજમેન્ટના જવાથી કંપનીને મામલામાં મદદ મળી નથી. વર્તમાનમાં નાયકાના શેર 145.20 રૂપિયા પર છે. તેનો આઈપીઓ 2021માં 1125 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ સાથે આવ્યો હતો. આઈપીઓએ લિસ્ટિંગના દિવસે રોકાણકારોને મોટો ફાયદો કરાવ્યો હતો. પરંતુ હવે કંપની શેરધારકોને નુકસાન કરાવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube