નાગરિકો સાવધાન!!! માર્કેટમાં 100 રૂપિયે લિટર પેટ્રોલ વેચવાની તૈયારીઓ થઈ રહી છે
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જો કાચા તેલની કિંમતોમાં બ્રેક લગાવવામાં નહિ આવો તો જલ્દી જ ભારતમાં તેલનો ભાવ 100 રૂપિયાનો આંકડો પાર કરી જશે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલનો ભાવ 82 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં ઉછાળો આવવાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજેરોજ વધારો ઝીંકાઈ રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે, જલ્દી જ તેલના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ જસશે. ખાસ વાત એ છે કે તેલના વધતા ભાવોની હકીકત સ્વીકારતા તેલ કંપનીઓએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેલ કંપનીઓએ પોતપોતાના પેટ્રોલ પંપોમાં કિંમતોને 5 અંકોમાં દર્શાવવા માટેની ટેકનોલોજીમાં બદલાવ કર્યો છે. કેમ કે, મોટાભાગના પેટ્રોલ પંપો પર તેલની કિંમત દર્શાવવાની ટેકનિક 4 અંકો સુધીની જ છે. તેલની કિંમતનો આંકડો જ્યારે 100ને પાર કરશે તો ભાવ બતાવવા માટે 5 અંકોવાળી ટેકનિકને જરૂર પડશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દેશમાં હાલ પણ મોટી સંખ્યામાં જૂના ડિસ્પેન્સર્સ લાગેલા છે. જે દશાંક પહેલા માત્ર બે અંકોમાં જ કિંમત બતાવે છે. જો પેટ્રોલના ભાવ 100 રૂપિયા લિટર પર પહોંચે છે, તો જૂના ડિસ્પેન્સર્સમાં નવી કિંમત બતાવવામાં તકલીફ થશે. તેલ કંપનીઓ આ સમસ્યાને જોતા પોતાના જૂના ડિસ્પેન્સર્સ બદલવાની શરૂઆત કરી રહી છે.
હાલમાં દિલ્લીમાં પેટ્રોલના ભાવ 82.86 રૂપિયા પ્રતિ લિટર ચાલી રહ્યો છે, અને ડીઝલનો ભાવ 74.12 રૂપિયા પ્રતિ લિટર મળે છે. મુંબઈમાં આ કિંમત 90.22 અને 78.69 પ્રતિ લિટર થઈ ગઈ છે. કોલકાત્તામાં પેટ્રોલના ભાવ 84.68 રૂપિયા અને ચેન્નાઈમાં 86.13 રૂપિયા પ્રતિ લિટર ચાલી રહ્યો છે.
જાણકારોના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જો કાચા તેલની કિંમતોમાં બ્રેક લગાવવામાં નહિ આવો તો જલ્દી જ ભારતમાં તેલનો ભાવ 100 રૂપિયાનો આંકડો પાર કરી જશે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલનો ભાવ 82 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યો છે.
મોબાઈલ વોલેટ કંપનીઓની ઓફર
પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કરવાની માંગ ઉઠી રહી છે. તેલ કંપનીઓ સતત નાગરિકો પર બોજો વધારી રહી છે. સરકાર પણ તેનું કોઈ સમાધાન કાઢવામાં અસમર્થ દેખાઈ રહી છે. પરંતુ નાગરિકોને રાહત આપતા મોબાઈલ વોલેટ કંપની ફોન-પે એક બમ્પર ઓફર લાવી છે. આ ઓફર અંતર્ગત તમને 100 રૂપિયાનું પેટ્રોલ નાંખવા પર 40 રૂપિયાનું કેશબેક મળશે. ઈ-વોલેટ કંપની ફોન-પેએ પેટ્રોલ-ડીઝલ ભરાવવા પર આ બમ્પર ઓફર આપી રહી છે. કોઈ પણ યુઝર રોજ આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે.