Petrol and Diesel Prices: ક્રુડ ઓઈલમાં ઘટાડાની અસર જલ્દી જ ભારતીય માર્કેટમાં જોવા મળી શકે છે. ઓઈલ સેક્રેટરી પંકજ જૈને કહ્યું કે, દુનિયાભરમાં કાચા તેલની કિંમત લાંબા સમય સુધી લાંબા સમય સુધી રહેશે તો તેલ કંપનીઓ પેટ્રોલ ડીઝલ (Petrol and Diesel Price) નો ભાવ ઓછો કરવા વિશે વિચાર કરી શકે છે. તેમનું આ નિવેદન ત્યારે સામે આવ્યું, જ્યારે સરકાર તેલના ઉત્પાદન વધારવામાં અને સસ્તામાં તેલ વેચતા દેશો જેમ કે રશિયા પાસેથી કાચું તેલ ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે વર્ષ બાદ નાગરિકોને રાહત
કંપનીઓ તરફથી ભાવમાં ઘટાડો કરી શકાય છે, અંદાજે બે વર્ષ બાદ દેશની જનતા માટે મોટી રાહત હશે. છેલ્લા એપ્રિલ 2022 માં તેલની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સેક્રેટરી પંકજ જૈને કહ્યું કે, જો કાચા તેલની કિંમત લાંબા સમય સુધી ઓછી રહે તો તેલ કંપનીઓ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવા વિશે વિચારી શકે છે. 


અમદાવાદની આ જગ્યાના કરોડોમાં ઉંચકાશે પ્રોપર્ટીના ભાવ, આવી રહ્યો છે સૌથી મોટો ફૂડ પાર્ક


કેમ ઘટી રહ્યા છે ક્રુડ ઓઈલના ભાવ
તેલની કિંમત છેલ્લા કેટલાક દિવસોમાં ઓછા થઈને ત્રણ વર્ષના નીચા સ્તર પર આવી ગયા છે. તેનાથી ઓઈલ કંપનીઓનું પ્રોફિટ વધે છે. કિંમતમાં ઘટાડોથી ઓછા ભાવમાં પેટ્રોલ-ડીઝલના સપ્લાયનો રસ્તો સાફ થઈ રહ્યો છે. બે દિવસ પહેલા 10 સપ્ટેમ્બરના રોજ બ્રેંટ ક્રુડ ડિસેમ્બર 2021 બાદ પહેલીવાર 70 ડોલર પ્રતિ બેરલના નીચે જતુ રહ્યું હતું. ગુરુવારે (12 સપ્ટેમ્બર) ના રોજ બ્રેંટ ક્રુડનો ભાવ 71.49 ડોલર પ્રતિ બેરલ પર જોવા મળ્યો છે. કિંમતમાં ઘટાડાથી રિટેલ વિક્રેતાઓ અને સરકારી તેલ કંપનીઓનું માર્જિન વધી ગયું છે. સરકારી કંપનીઓની માર્કેટમાં અંદાજે 90 ટકા ભાગેદારી છે. 


આજે શું રહ્યો ક્રુડનો ભાવ
ક્રુડ ઓઈલ ગુરુવારે વાયદા કારોબારમાં 51 રૂપિયા વધીને 5709 પ્રતિ બેરલ થઈ ગયું છે. એમસીએક્સ (MCX) પર ઓક્ટોબર ડિલીવરી માટે ક્રુડ તેલ 11,306 લોટમાં 51 રૂપિયા વધારી ચઢાવી 5,709 પ્રતિ બેરલ પર ટ્રેડ કરતું જોવા મળ્યું. ગ્લોબલ લેવલ પર ન્યૂયોર્કમાં ક્રુડ ઓઈલ 1.26 ટકા વધીને 68.16 યુએસ ડોલર પ્રતિ બેરલ પર અને બ્રેંટ ક્રુડ 1.32 ટકા વધીને 71.54 અમેરિકન ડોલર પ્રતિ બેરલ પર કારોબાલ કરી રહ્યું હતું. 


ચાર પેઢીનો સુખી સંસાર જોનાર 112 વર્ષના ગુજરાતી દાદીનું નિધન, પરિવારે વાજતે-ગાજતે કાઢી અંતિમ યાત્રા