અમદાવાદની આ જગ્યાના કરોડોમાં ઉંચકાશે પ્રોપર્ટીના ભાવ, આવી રહ્યો છે સૌથી મોટો ફૂડ પાર્ક

Ahmedabad Property Market : વાઈબ્રન્ટ ગુજરાતને કારણે હવે વિદેશી રોકાણકારોના મોઢે એક જ નામ છે, ગુજરાત. રાજ્ય હવે દેશવિદેશમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલ વાઈબ્રન્ટ ગુજરાત ઈવેન્ટમાં દુબઈના પ્રેસિડન્ટની હાજરી ખૂબ જ મહત્વની બની રહી. યુએઈએ એ પણ ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત કરી હતી. UAE એ જાહેરાત કરી હતી કે, ત્યાંની કંપની દેશનો સૌથી મોટો મોલ ગુજરાતમાં બનાવશે. આ એક શોપિંગ મોલ હશે, જે અમદાવાદમાં બનાવવામાં આવશે. ત્યારે  UAE એ અમદાવાદમાં વધુ એક મોટા રોકાણની જાહેરાત કરી છે. UAE અમદાવાદમાં મેગા ફૂડ પાર્ક બનાવશે. ગઈકાલે આ અંગે એમઓયુ કરવામા આવ્યા છે. 

અમદાવાદમાં બીજો મોટો પ્રોજેક્ટ

1/4
image

પરમાણુ ઉર્જાથી લઈને પેટ્રોલિયમ સુધી અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે ભારત પ્રવાસમાં 5 મહત્વના કરાર કર્યા. જેમાં ગુજરાતને મોટી ભેટ મળી છે. UAE ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવશે. ત્યારે હવે ગુજરાતમાં વધુ એક મોટો પ્રોજેક્ટ આવી રહ્યો છે. ભારતમાં ફુડ પાર્ક સ્થાપિત કરવા ગુજરાત સરકાર અને અબૂ ધાબી ડેવલપમેન્ટ હોલ્ડિંગ કંપની પીજેએસસી વચ્ચે એક અલગ સમજૂતી થઈ છે. આ એ જ કંપની છે, જેણે જાન્યુઆરી મહિનામાં આયોજિત વાઈબ્રન્ટ સમિટમાં અમદાવાદમાં દેશના સૌથી મોટા મોલની જાહેરાત કરી હતી.   

ગુજરાત સરકાર સાથે થયા કરાર

2/4
image

બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે થયેલા હસ્તાક્ષરોમાં અબુધાબી નેશનલ ઑઈલ કંપની (ADNOC) અને ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) વચ્ચે લાંબા ગાળા માટે એલએનજી પુરવઠોનો સમજૂતી કરાર તેમજ એનડીએનઓસી અને ઈન્ડિયા સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ (ISPRL) વચ્ચેનો કરાર સામેલ છે. આ ઉપરાંત ગુજરાત સરકાર અને અબુધાબી ડેવલપમેન્ટ હોલ્ડિંગ કંપની PJSC વચ્ચે પણ ગુજરાતમાં ફૂડ પાર્ક (Food Park In Gujarat) બનાવવા અંગે સહમતી સધાવાની સાથે કરાર કરવામાં આવ્યો છે.  

અમદાવાદમાં ફુડ પાર્ક માટે જગ્યાની પસંદગી

3/4
image

ગુજરાતમાં અમદાવાદમાં ફૂડ પાર્ક બનાવાવમાં આવશે. ફૂડ પાર્ક વિદેશ મંત્રાલયે પ્રેસ રિલીઝ બહાર પાડી છે. જે અનુસાર અબુ ધાબીની કંપની અમદાવાદના બાવળા નજીક આવેલા ગુંદાનપરા ગામને આ પ્રોજેક્ટ માટે આશાસ્પદ સ્થળ તરીકે પસંદગી કરી શકે છે. અને ત્યાં ફૂડ પાર્ક વિકસાવવામાં રૂચિ ધરાવે છે. આ ફૂડ પાર્ક બનાવવાનું કામ 2025ના બીજા ક્વાર્ટરમાં શરૂ થશે.  

અમદાવાદમાં આવશે મોટું રોકાણ

4/4
image

અમદાવાદના બાવળામાં મેગા ફૂડ પાર્ક બનશે. ગુજરાત સરકાર અને અબુધાબી ડેવલપમેન્ટ હોલ્ડિંગ કંપની વચ્ચે એમઓયુ થયા છે. ગુજરાત સરકાર તરફથી મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા અબુધાબીના મહોમ્મદ હસન અલસુવૈદી વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરાયા છે. આ ફૂડ પાર્કથી ગુજરાતના ખેડૂતોની ખેત પેદાશો મીડિલ ઈસ્ટ એક્સ્પોર્ટ થઈ શકશે. અબુધાબી ડેવલપમેન્ટલ કંપનીની સાથી કંપનીઓ પણ ગુજરાતમાં રોકાણ કરશે. ઉલ્લેખનીય છે કે, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે PMએ હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી હતી.