એકવાર ચાર્જિંગ કરશો તો 180 KM દોડશે આ સ્કૂટર, માત્ર 5 હજારમાં કરાવો બુકિંગ
પેટ્રોલના વધતા જતા ભાવ અને વાહનોથી થતાં પ્રદૂષણને જોતાં સરકાર સહિત વાહનો નિર્માતા કંપનીઓનું જોર ઇલેટ્રિક વાહનો તરફ વધુ છે. આગામી સમયમાં ઇલેટ્રિક વાહનોનું એક મોટું માર્કેટ ઉભું થઇ જશે. જોકે ઘણી કંપનીઓએ અત્યારથી જ ઇલેક્ટ્રિક વાહન લોંચ કરવાનું શરૂ કરી દીધું છે.
દ્વિચક્રી વાહનોની વાત કરીએ તો ભારતના રસ્તા પર ઘણા વર્ષોથી ઇલેક્ટ્રિક સ્કૂટર દોડી રહ્યા છે, પરંતુ હજુ તેની સફળતા પર સંપૂર્ણપણે વિશ્વાસ પેદા થયો નથી. પરંતુ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરવાળી કંપની ઓકિનાવા સ્કૂટર્સે બધા મિથકોને તોડતાં એક નવું સ્કૂટર લોંચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર એકવાર ચાર્જ કરવાથી 180 કિલોમીટર સુધી દોડશે. ઓકિનાવા સ્કૂટર્સે તેનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે.
કંપનીએ ઓકિનાવા આઇ-પ્રેજ નામથી નવું સ્કૂટર લોંચ કર્યું છે. તેમાં અલગ થઇ જનાર લીથિયમ ઇઓન બેટરી લગાવવામાં આવી છે. તેનાથી સરળતા રહેશે કે તમે સ્કૂટરમાંથી બેટરી કાઢીને ગમે ત્યાં ચાર્જ કરી શકો છો.
5000 રૂપિયા આપીને કરાવો બુકિંગ
ઓકિનાવા આઇ-પ્રેજને આગામી મહિને જાન્યુઆરીમાં લોંચ કરવામાં આવશે. જોકે ઓકિનાવાએ આઇ પ્રેજનું બુકિંગ શરૂ કરી દીધું છે. 5,000 રૂપિયા આપીને આ ઇલેક્ટ્રિક સ્કૂટરને બુકિંગ કરાવી શકો છો. તેની કિંમત 71,460 અને 69,789 રૂપિયા રાખવામાં આવી છે. પ્રી લોંચ બુકિંગમાં ફક્ત 500 સ્કૂટર બુક કરવામાં આવશે. સીમિત બુકિંગ પાછળ કંપનીનો દાવો છે પહેલાં તે ગ્રાહકોની પ્રતિક્રિયા લેવામાં આવશે. ત્યારબાદ સંપૂર્ણપણે માર્કેટમાં ઉતારવામાં આવશે. કંપનીના 200થી વધુ સત્તાવાર ડીલરો પાસે આ સ્કૂટરને બુક કરાવી શકાય છે.
ટોપ સ્પીડ 75 KM/Hr
કંપનીના અનુસાર ઓકિનાવા આઇ પ્રેજની હાઇ સ્પીડ 75 કિમી પ્રતિ કલાક છે. તેમાં 1000 વોટનો પાવર સેટઅપ આપવામાં આવ્યો છે. આ સ્કૂટરમાં મોબાઇલ ચાર્જિંગ, યૂએસબી પોર્ટ અને એંટી થેફ્ટ એલાર્મ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. ઓકિનાવા આઇ-ફ્રેજનું વજન ઓકિનાવા પ્રેજથી લગભગ 40 ટકા ઓછું છે.