ગણતરીના કલાકોમાં છાયા ગ્રહ નક્ષત્ર બદલશે, 3 રાશિવાળાને કેતુ બનાવશે કરોડપતિ! માન-પાન, વટમાં થશે વધારો
વૈદિક જ્યોતિષમાં કેતુને એક છાયા ગ્રહ કે રહસ્યમયી ગ્રહ માનવામાં આવે છે. તમામ નવ ગ્રહોમાં જે પણ ગ્રહોને અશુભ માનવામાં આવે છે તેમાં કેતુ પણ સામેલ છે. જ્યારે સાચુ તો એ છે કે બધામાં સૌથી શુભ ગ્રહ બૃહસ્પતિ પણ જ્યારે વિષમ સ્થિતિઓ અને યોગમાં હોય છે ત્યારે મારક બની જાય છે તો કેતુ ગ્રહનું શું કહેવું. પરંતુ એ પણ સાચુ છે કે જ્યારે કેતુની શુભ અસર પડે છે તો જાતકોને ઈન્દ્ર સમાન જાજરમાન અને ભગવાન કુબેર જેટલા ધનવાન બનાવી દે છે. આ ગ્રહ કુંડળીમાં હંમેશા રાહુથી વિપરિત હોય છે અને હંમેશા વક્રી અવસ્થામાં રહે છે. જ્યોતિષમાં કેતુને મોક્ષ, ત્યાગ, અલગાવ, અને મોહનો કારક ગ્રહ માનવામાં આવે છે. પરંતુ કેતુ આધ્યાત્મ પ્રત્યે ઢાળે છે, ડોક્ટરોને સર્જરીના સ્પેશિયાલિસ્ટ કેતુ જ બનાવે છે, જ્યોતિષ શાસ્ત્ર જેવા અન્ય ઓકલ્ટ સાયન્સ (Occult science) પ્રત્યે પ્રોત્સાહિત પણ કેતુ જ કરે છે.
કેતુનું નક્ષત્ર પરિવર્તન
રવિવારે 10 નવેમ્બર 2024ના રોજ છાયા ગ્રહ કેતુ રાતે 11.31 વાગે હસ્ત નક્ષત્રમાંથી નીકળીને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 27 નક્ષત્રોમાંથી બારમું નક્ષત્ર છે. જેના સ્વામી સૂર્ય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ નક્ષત્રમાં ગોચર કરવાથી કેતુની અશુભતા દૂર થાય છે અને તે મોટાભાગે રાશિઓ પર સકારાત્મક પ્રભાવ પાડે છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં કેતુ ગોચર કરવાથી 3 રાશિવાળા પર સૌથી વધુ શુભ અસર જોવા મળી શકે છે. આ 3 લકી રાશિઓ કઈ છે તેના વિશે ખાસ જાણો.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો કેતુ ગોચર દરમિયાન ખુબ આત્મવિશ્વાસથી છલોછલ રહેશે. તમે તમારી ભાવનાઓને સારી રીતે નિયંત્રિત કરી શકશો અને તણાવ પણ ઓછો મહેસૂસ કરશો. વેપારમાં નવી નવી તકો મળશે અને વેપારી સંબંધો મજબૂત થશે. આવકમાં વધારો થશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરીયાતોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. કાર્યક્ષેત્રે માન સન્માન વધશે. આવકના વધુ સ્ત્રોત ઊભા થઈ શકે છે. શેર બજાર અને અન્ય રોકાણોથી લાભ થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે અને સામાજિક પ્રતિષ્ઠા વધશે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે અને સારા પરિણામ મળશે. કૌટુંબિક સંબંધો મધુર રહેશે.
સિંહ રાશિ
કેતુના નક્ષત્ર પરિવર્તનથી સિંહ રાશિના જાતકો વધુ ઉર્જાવાન અને ઉત્સાહી મહેસૂસ થશે. તમે તમારી નેતૃત્વ ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરી શકશો. રાજકીય ક્ષેત્રે જાતકોને શાનદાર સફળતા અને લોકપ્રિયતા મળી શકે છે. આ સાથે જ સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. વેપારમાં નવા ગ્રાહકો મળશે અને નફો વધશે. નોકરીમાં પદોન્નતિ થવાની સંભાવના છે અને કાર્યક્ષેત્રે માન પાન વધશે. શેર બજાર અને અન્ય રોકાણોથી લાભ થઈ શકે છે. ઉદ્યોગ ધંધામાં વિસ્તાર થશે, નવા પ્રોજેક્ટ શરૂ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને જૂની બીમારીઓ દૂર થશે. કૌટુંબિક જીવન સુખમય રહેશે.
ધનુ રાશિ
ધનુ રાશિના જાતકો આ દરમિયાન વધુ શાંત અને ધૈર્યવાન બનશે. તમારી ચિંતા અને તણાવ ઘટશે અને સાથે આત્મવિશ્વાસ વધશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે અને આધ્યાત્મિક વિકાસ થશે. વેપારમાં નવી નવી તકો મળશે અને આવકમાં વધારો થશે તથા આર્થિક સ્થિતિ મજબૂત થશે. જોબથી ધન કમાવવાના પ્રયત્નોમાં પૂરી સફળતા મળશે. ધન કમાવવાના નવા નવા રસ્તા ખુલશે અને પુષ્કળ ધનલાભ થવાના યોગ છે. જોબ બદલવાની ઈચ્છા ધરાવતા લોકોને નવી નોકરીની તક મળી શકે છે. રોકાણથી લાભ થવાની શક્યતા છે. ઉદ્યોગ ધંધામાં નફો વધશે. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં મન લાગશે અને સારા પરિણામ મળશે. લાઈફ પાર્ટનર સાથે સંબંધમાં મધુરતા આવશે. લવ લાઈફમાં પણ સંબંધ મજબૂત થશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos