Upcoming IPO: જો તમે પણ IPO દ્વારા શેર માર્કેટમાં મોટું રોકાણ કરો છો તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. હા, ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક ઓલા ઈલેક્ટ્રીક અને ફાર્માસ્યુટિકલ કંપની એમ્ક્યોર ફાર્માસ્યુટિકલ્સને ફાઈનાન્સ વધારવા માટે ઈનિશિયલ પ્રાઈસ ઑફરિંગ (આઈપીઓ) શરૂ કરવા માર્કેટ રેગ્યુલેટર સેબી પાસેથી મંજૂરી મળી છે. સેબીની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, બંને કંપનીઓના આઈપીઓ સંબંધિત ડ્રાફ્ટ દસ્તાવેજોને 10 જૂને મંજૂરી આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આગાહીથી સૌ કોઈ ચોંકી જશો! જાણો ગુજરાતમાં વરસાદનુ જોર વધશે કે ઘટશે? અંબાલાલની આગાહી


5500 કરોડના નવા શેર ઇશ્યૂ કરવાની યોજના
આનો સીધો અર્થ એ છે કે હવે બંને કંપનીઓ પોતપોતાના IPO લોન્ચ કરવાની દિશામાં આગળ વધી શકે છે. ઓલા ઈલેક્ટ્રીકના પ્રસ્તાવિત આઈપીઓમાં રૂ. 5,500 કરોડના નવા શેર ઈશ્યુ કરવા ઉપરાંત પ્રમોટરો અને રોકાણકારો પાસે રહેલા 9.52 કરોડ ઈક્વિટી શેર વેચાણ માટે ઓફર કરવામાં આવશે. બેંગલુરુ સ્થિત ઓલા ઈલેક્ટ્રીકે ઓગસ્ટ, 2021માં તેનું પ્રથમ EV ટુ-વ્હીલર મોડલ રજૂ કર્યું હતું. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના ઉત્પાદન ઉપરાંત તે તેમના માટે બેટરી પેક અને મોટર્સ પણ બનાવે છે.


એક દિવસમાં કેટલું કમાય છે ગુજરાતના બિઝનેસમેન મુકેશ અંબાણી, જાણીને આંખો ફાટી જશે!


ફાર્માસ્યુટિકલ સેક્ટરની કંપની Emcure ફાર્માસ્યુટિકલ્સના IPOમાં રૂ. 800 કરોડના નવા શેર ઇશ્યૂ કરવાની સાથે પ્રમોટરો પાસે રહેલા 1.36 કરોડ ઇક્વિટી શેર પણ વેચાણ માટે ઓફર કરવામાં આવશે. IPOમાંથી એકત્ર કરવામાં આવેલી રકમનો ઉપયોગ લોનની ચુકવણી અને સામાન્ય કંપનીની કામગીરી માટે કરવામાં આવશે.


ખેતરમાં કામ કર્યું, સાઈકલ પર વેચ્યું દૂધ...12માં ધોરણમાં ફેલ, છતાં બન્યા IPS ઓફિસર