Ambalal Patel Forecast: રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે અને મેઘરાજા ભૂક્કા બોલાવી રહ્યા છે. ત્યારે આજે પંચમહાલ, દાહોદ, સુરત અને નવસારી સહિતના જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું.