તમારા પર્સમાંથી વધુ એક નોટ બદલાવાની છે, તૈયારી રખજો...
100 રૂપિયાની નવી નોટ ન હવે ફાટશે કે ન કપાશે. જલ્દી જ તમારા હાથમાં 100 રૂપિયાની નવી નોટ આવશે, જેને તમે તમારા પોકેટમાં કેટલા પણ દિવસ રાખશો તો પણ ફાટશે નહિ. પાણીમાં નોટ નાખવા પર પણ નોટ પલળશે નહિ. ભલે ગમે તેટલું વાળી દેશો તો પણ વળશે નહિ. જોવામાં તે એકદમ 100 રૂપિયાની નોટ જેવી જ લાગશે. પરંતુ તેમાં એક ખાસ ફીચર હશે. આ ખાસ ફીચરને કારણે તમે નોટને ગમે તે રીતે તમારા ખિસ્સામાં રાખી શકશો. આશા છે કે, જલ્દી જ પર્પલ કરીને આ નોટ તમને માર્કેટમાં જોવા મળશે. આરબીઆઈએ આવી 1 અરબ નોટ છાપી રહી છે.
ઝી મીડિયા/બ્યૂરો :100 રૂપિયાની નવી નોટ ન હવે ફાટશે કે ન કપાશે. જલ્દી જ તમારા હાથમાં 100 રૂપિયાની નવી નોટ આવશે, જેને તમે તમારા પોકેટમાં કેટલા પણ દિવસ રાખશો તો પણ ફાટશે નહિ. પાણીમાં નોટ નાખવા પર પણ નોટ પલળશે નહિ. ભલે ગમે તેટલું વાળી દેશો તો પણ વળશે નહિ. જોવામાં તે એકદમ 100 રૂપિયાની નોટ જેવી જ લાગશે. પરંતુ તેમાં એક ખાસ ફીચર હશે. આ ખાસ ફીચરને કારણે તમે નોટને ગમે તે રીતે તમારા ખિસ્સામાં રાખી શકશો. આશા છે કે, જલ્દી જ પર્પલ કરીને આ નોટ તમને માર્કેટમાં જોવા મળશે. આરબીઆઈએ આવી 1 અરબ નોટ છાપી રહી છે.
એક ધારાસભ્યને કારણે ભાજપમાં શરૂ થઈ કાનાફૂસી, ભાઈને જોઈએ છે CM વિજય રૂપાણી જેવી ખુરશી
નોટ પર વાર્નિંશ લાગેલું હશે
માર્કેટમાં પહેલાથી પર્પલ કલરની 100 રૂપિયાની નોટ અવેલેબલ છે. આવામાં નવી નોટ કેમ. કદાચ આ સવાલ તમારા મનમાં ઉભરશે. પરંતુ આરબીઆઈ તેમાં એક ખાસ ફીચર જોડી રહ્યું છે. આ ફીચરવાળા નોટને હાલ પાંચ શહેરોમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વાર્નિશ થયેલ 100 રૂપિયાની નોટ જાહેર કરશે. આ નોટ રીંગણ કલરની હશે.
ન ફાટશે, ન કપાશે
નવી 100 રૂપિયાના નોટની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે ન તો પલળશે, ન તો ફાટશે, ન તો કપાશે. 100 રૂપિયાની નવી નોટ પર પાણીની અસર પણ નહિ થાય. કારણ કે, આ નોટ પર વાર્નિશ પેઈન્ટ ચઢેલુ હશે. વાર્નિશ પપેઈન્ટ એ જ છે, જેનો ઉપયોગ લાકડા પર કરાય છે. આરબીઆઈ આ નોટને છાપવા જઈ રહી છે.
નજર સામે વહેવા લાગી દારૂની નદી, રાજકોટ પોલીસે દારૂના અડ્ડાઓ પર કરી મોટી કાર્યવાહી
સરકારે આપી મંજૂરી
સરકારે ભારતીય રિઝર્વ બેંકને પાંચ શહેરોમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે 100 રૂપિયાના મૂલ્યવાળા એક અરબ વાર્નિશ લાગેલા નોટોની શરૂઆત કરવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે એક સવાલના જવાબમાં મંગળવારે રાજ્યસભામાં આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, સરકારે સિમલા, જયપુર, ભુવનેશ્વર, મૈસૂર અને કોચીમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે એક અરબ વાર્નિશ લગાલે બેંક નોટ શરૂ કરવાની મંજૂરી આપી છે. આ રીતે બેંક નોટ વધુ લાંબા સમય સુધી ઉપયોગને લાયક રહેશે.
ગુજરાતમાં કોરોના વાયરસ નથી એવું કહેતા જ અમદાવાદમાં મળ્યો શંકાસ્પદ કેસ
શું શું હશે નોટની ખાસિયત
નોટની સાઈઝ બિલકુલ 100 રૂપિયાના નવા નોટ બરાબર રહેશે
આ નોટ ગાંધી સિરીઝની નવી નોટ રહેશે
તેની ડિઝાઈન જૂની ડિઝાઈન જેવી જ રહેશે
વાર્નિશવાળી નવી નોટ હાલના નોટને મુકાબલે ડબલ ટિકાઉ હશે
હાલની 100 રૂપિયાની નોટની ઉંમર અઢીથી સાડા ત્રણ વર્ષ છે. વાર્નિશ ચઢેલ નોટની ઉંમર અંદાજે 7 વર્ષ રહેશે
20 ટકા મોંઘી હશે આ નોટ
હાલના 100 રૂપિયાની 1000 નોટ છાપવા માટે 1570 રૂપિયાનો ખર્ચ આવે છે
વાર્નિટ નોટના છાપકામમાં 20 ટકા વધુ ખર્ચ થશે
વાર્નિશ હોવાને કારણે તેના પર પાણી અને કેમિકલની અસર નહિ થાય
હાલની નોટની સરખામણીમાં વાર્નિશ ચઢેલ નોટ ખરાબ હોવાનો ખતરો 170 ટકા ઓછો થશે
વાર્નિશને કારણે નવી નોટને વારંવાર વાળવું સરળ નહિ હોય
નોટને વારંવાર વાળવાથી ફાટી જવાનો ડર પણ 20 ટકા ઓછો થશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube