ગુજરાતમાં કોરોના વાયરસ નથી એવું કહેતા જ અમદાવાદમાં મળ્યો શંકાસ્પદ કેસ

ભારતમાં પણ હવે કોરોના વાયરસે (#coronavirusindia) પગપેસારો કર્યો છે. ત્યારે આ વચ્ચે અમદાવાદ (ahmedabad) સિવિલમાં એક શંકાસ્પદ કોરોના વાયરસનો દર્દી દાખલ થયો છે. સિંગાપુરથી પરત ફરેલી યુવતી હાલ શંકાસ્પદ કેસ (corona virus) તરીકે હોસ્પિટલમાં દાખલ થઈ છે. આ મહિાલ 2 માર્ચે અમદાવાદ પરત ફરી હતી. 23 વર્ષીય યુવતીને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ હતી. ડોકટરો દ્વારા મહિલાના બ્લડ સેમ્પલ લઈ તેની સારવાર શરૂ કરાઈ છે. 
ગુજરાતમાં કોરોના વાયરસ નથી એવું કહેતા જ અમદાવાદમાં મળ્યો શંકાસ્પદ કેસ

અમદાવાદ :ભારતમાં પણ હવે કોરોના વાયરસે (#coronavirusindia) પગપેસારો કર્યો છે. ત્યારે આ વચ્ચે અમદાવાદ (ahmedabad) સિવિલમાં એક શંકાસ્પદ કોરોના વાયરસનો દર્દી દાખલ થયો છે. સિંગાપુરથી પરત ફરેલી યુવતી હાલ શંકાસ્પદ કેસ (corona virus) તરીકે હોસ્પિટલમાં દાખલ થઈ છે. આ મહિાલ 2 માર્ચે અમદાવાદ પરત ફરી હતી. 23 વર્ષીય યુવતીને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ હતી. ડોકટરો દ્વારા મહિલાના બ્લડ સેમ્પલ લઈ તેની સારવાર શરૂ કરાઈ છે. 

અમદાવાદ સિવિલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. કોરોના વાયરસના દર્દીને સારવાર આપવા તમામ વ્યવસ્થાઓ સાથે વિશેષ વોર્ડ તૈયાર કરાયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. સિવિલમાં કોરોના વાયરસના રિપોર્ટ માટે લેબ પણ તૈયાર કરાઈ છે. 

એક ધારાસભ્યને કારણે ભાજપમાં શરૂ થઈ કાનાફૂસી, ભાઈને જોઈએ છે CM વિજય રૂપાણી જેવી ખુરશી

નીતિન પટેલનું નિવેદન
કોરોના વાયરસ ઉપર નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોરોના વાઇરસનો એક પણ કેસ હજુ સુધી નોંધાયો નથી. કેન્દ્રીય આરોગ્ય સચિવ દ્વારા દેશના તમામ રાજ્યોના આરોગ્ય કમિશનર અને સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને ગાઈડલાઈન આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે આપેલી ગાઈડલાઈનના આધારે રાજ્ય સરકાર પગલાં ભરી રહી છે. અમદાવાદ સહિત રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં જરૂરી સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. ગુજરાત કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર હોવાનો દાવો પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ તેમણે કહ્યું કે, અમદાવાદ એરપોર્ટ સહિત તમામ જગ્યાએ સ્કેનિંગ માટેની સુવિધા ઊભી કરવાનો પ્રયત્ન ચાલુ છે.

નજર સામે વહેવા લાગી દારૂની નદી, રાજકોટ પોલીસે દારૂના અડ્ડાઓ પર કરી મોટી કાર્યવાહી

હેલ્પલાઈન પર કોરોના વાયરસની માહિતી મેળવી શકાશે 
કોરોના વાયરસ ઉપર આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ કહ્યું કે, ગુજરાતમાં 25 સેમ્પલ લેવામાં આવ્યા છે, આ તમામ નેગેટિવ છે. તેમજ અમદાવાદ એરપોર્ટ પરથી હવે રાજ્યના તમામ એરપોર્ટ પર સ્કેનિંગ ચાલુ કરવામાં આવ્યું છે. બહારથી આવતા તમામ લોકોને સ્કેનિંગ કરવામાં આવશે અને તમામને વિનંતી કરવામાં આવી છે. બહારથી આવતા તમામ લોકોએ ડિકલેરેશન ફોર્મ ભરવું પડશે. તમામ મેડિકલ કોલેજમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં કોઇ પણ પોઝિટિવ કેસ હશે તો તેને જોઈ હોસ્પિટલમાં રાખવામાં આવશે કે જેનાથી કોઈને ઇન્ફેક્શન ન લાગે. કેરળમાં ત્રણ કેસ થયા હતા, ત્યારે જાતે ડિકલેરેશન કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, મેડિકલ ઓફિસર આરોગ્ય વિભાગનો તંત્ર અને કંટ્રોલ રૂમમાં સંપર્ક કરે. ફિવર માટેની 104 હેલ્પલાઇન છે, પણ તેના પર હવે કોરાના વાયરસની જાણકારી મેળવી શકાશે. કોઈપણ પ્રકારના એવા ચિહ્નો દેખાય તો આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવે. કોઈપણ વ્યક્તિએ જાણ કરશે તો મેડીકલ ટીમ તેના ઘર સુધી પહોંચ્યા છે. ગઈકાલે 2 વિડીયો કોન્ફરન્સ યોજાઈ છે. 

ગુજરાતના મેળાઓમાં ન જવા સલાહ
કેન્દ્ર સરકાર સાથે વીડિયો કોન્ફરન્સ થઇ છે અને આજે સાંજે કેબિનેટ સેક્રેટરી સાથે મુખ્ય સચિવની પણ વિડીયો કોન્ફરન્સ થશે. હાથ વારંવાર ધોવામાં આવે, હાથ ને આંખો મોઢા પરના સ્પર્શથી બચાવું. લોકોએ હાથ મીલવવાની જગ્યાએ નમસ્તે અભિવાદન કરવાની પણ અપીલ કરી છે. આગામી દિવસોમાં ઘણા બધા મેળા આવી રહ્યા છે, ત્યારે આ પ્રકારનાં ચિહ્નો ધરાવનાર લોકો ક્યાંય ન જાય એવી અપીલ કરવામાં આવી છે. ચીન સહિત 21 દેશોમાંથી આવેલા તમામ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આપણા દેશમાં કોઈ કેસ વધવા ના જોઈએ એ માટેના પગલાં કેન્દ્ર સરકાર લઈ રહી છે. 15 જાન્યુઆરીથી જે પણ લોકો આવ્યા તેમનું સ્કેનિંગ કરવામાં આવ્યું છે. 5 જાન્યુઆરીથી જે પણ લોકો આવ્યા તેમનું સ્કેનિંગ કરવામાં આવ્યું છે. 1582 લોકો વિદેશથી આવ્યા છે તમામનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. કોઈએ દવાના સંદર્ભે ગભરાવવાની જરૂર નથી. ગુજરાત પાસે તમામ દવાઓ ઉપલબ્ધ છે અને વિના મૂલ્યે તે ઉપલબ્ધ કરાવાશે. ઇરાનથી 84 લોકો આવ્યા છે તે તમામનું સ્કેનિંગ થયું છે. જાહેરમાં ભેગા થવા ઉપર કોઈ બેડ મૂકવામાં નથી આવ્યો. જોકે કોઈને પણ શરદી તાવ જેવા ચિહ્નો દેખાતા હોય તેઓ જાહેરમાં ન જાય તેવી અપીલ કરવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news