ચેતન પટેલ/સુરત :સુરત (Surat) માં ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે. હમણાં સુધી સામાન્ય રીતે મોબાઈલ, પર્સ સહિત કિંમતી ચીજવસ્તુઓની ચોરીની ઘટના સાંભળવા મળતી હતી. જોકે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ચોથા આસમાને પહોંચેલા ડુંગળીના ભાવોને લઈ મોંઘી થયેલી ડુંગળીની ચોરી સુરતમાં થઈ છે. ગરીબોની કસ્તુરી સમાન ગણાતી ડુંગળી (onion price) આજે 100 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે. ત્યારે સામાન્ય વર્ગ માટે ડુંગળીની ખરીદી કરવી હાલ મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે સુરતમાં ડુંગળીની ચોરી (Onion stolen) ની ઘટનાઓ હવે પ્રકાશમાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચારે બાજુથી મુસીબતોથી ઘેરાયા ગુજરાતનો ખેડૂત, બોલ્યા-ઘર ચલાવવા નહિ, પણ ફરી પાક વાવવા તો સહાય આપો?


18 હજારની કિંમતની ડુંગળીની ચોરી
સુરતના અડાજણના પાલનપુર પાટિયા નજીક આવેલ શાકભાજી માર્કેટમાં ડુંગળી ચોરીની આ ઘટના બની છે. અડાજણ વીર સાવરકર સોસાયટીમાં રહેતા સંજયભાઈ ઇંગ્લે પાલનપુર પાટિયા શાકભાજી માર્કેટમાં ડુંગળી અને બટાકાનો સ્ટોલ ધરાવે છે. જ્યાં રાત્રિ દરમ્યાન આવેલા અજાણ્યા ઈસમોએ પાંચ ઘુણ ડુંગળીની ચોરી કરી ફરાર થઈ હતા. રાત્રિના સાડા દસ વાગ્યા બાદ સ્ટોલ બંધ કરી સંજયભાઈ પોતાના કારીગર સાથે ચાલ્યાં ગયાં હતાં. ત્યારે રાત્રિના બે થી ત્રણ વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. સંજયભાઈ જ્યારે સવારે માર્કેટમાં આવ્યા ત્યારે 250 કિલો ડુંગળીની પાંચ ઘુણનો બીજા દિવસે જોવા ના મળી ન હતી. તા ચોરી થઈ હોવાની જાણ સંજયભાઈને થઈ હતી. કુલ 18 હજારની કિંમતની ડુંગળીની ચોરી થઈ છે. જેની પાછળનું કારણ ડુંગળીમાં થયેલ ભાવવધારો માનવામાં આવી રહ્યો છે. જોકે આ મામલે ફરિયાદ નોંધાવવાની દિશામાં વેપારીએ તૈયારી દર્શાવી હતી. 


મોદી સરકાર માટે તેમનો ગમતો Bullet train પ્રોજેક્ટ પૂરો કરવો ‘મુશ્કિલ હિ નહિ, નામુમકીન હૈ...’


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube