નવી દિલ્હી: દેશભરની શાકમાર્કેટમાં ડુંગળીની આપૂર્તિને વધારવાના તમામ પ્રયત્નો છતાં તેના ભાવમાં વધારાનો સિલસિલો ચાલુ છે. દેશની રાજધાની દિલ્હી સ્થિત આઝાદપુર માર્કેટમાં સોમવારે ડુંગળીની આવકમાં વધારો થયો હોવા છતાં કિંમત ઘટવાને બદલે વધી હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે આઝાદપુર શાકમાર્કેટમાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં લગભગ પાંચ રૂપિયા પ્રતિ કિલો એટલે કે 500 રૂપિયા પ્રતિ ક્વિંટનનો વધારો નોંધાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઝાદપુરમાં શનિવારે જથ્થાબંધ ડુંગળીનો ભાવ 35-55 રૂપિયા પ્રતિ કિલો હતો તો બીજી તરફ સોમવારે જથ્થાબંધ ભાવ 4-60 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો. દિલ્હી-એનસીઆરના બજારોમાં છુટક વેપારીઓ 80-100 પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી રહ્યા છે. 


નવા પાકને ખૂબ નુકસાન
આઝાદપુર શાકમાર્કેટમાં વેપારી અને ઓનિયમ મર્ચેટ એસોશિએશનના પ્રેસીડેન્ટ રાજેંદ્ર શર્માએ જણાવ્યું કે વરસાદના લીધે મહારાષ્ટ્ર સહીત બધા મુખ્ય ડુંગળી ઉત્પાદ પ્રદેશોમાં નવા પાકને ખૂબ નુકસાન પહોંચ્યું છે, જ્યારે જૂનો ડુંગળીનો સ્ટોક ખૂબ ઓછો થયો છે, એટલા માટે ભાવમાં વધુ વધારો થવાની છે. 


10 ટકાથી વધુ વધારો
આવક વધવા છતાં ભાવ ન ઘટવા અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં કહ્યું કે ખેડૂતો પાસેથી ઉંચા ભાવે ડુંગળીની ખરીદી થઇ રહી છે, જેથી ભાવમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે આ કારણ છે કે શનિવારે મુકાબલો આવકમાં 10 ટકાથી વધુ વૃદ્ધિ થતાં ડુંગળીની કિંમત વધી ગઇ છે. 


એક લાખ ટન ડુંગળીની આવક
કેંદ્વ સરકારે ડુંગળીના બહવને કાબૂમાં રાખવાનો હેતુથી ગત અઠવાડિયે એક લાખ ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એમએમટીસીને એક લાખ ટન ડુંગળી આયાત કરવાનો નિર્દેશ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube