નવી દિલ્હી: તહેવારોની સીઝન (Festive Season)માં ડુંગળી (Onion)ના ભાવ તમારા રસોડાના બજેટ પર અસર પાડી શકે છે. એક જ દિવસમાં ડુંગળીના ભાવ (onion prices)માં જોરદાર ઉછાળો આવ્યો છે. સોમવારના હોલસેલ માર્કેટ (Wholesale market)માં ડુંગળીના ભાવ 6802 રૂપ્યા પ્રતિ ક્વિંટલ પર હતો. પરંતુ હવે આ ભાવ 7300 રૂપિયા પ્રતિ ક્વિંટલ સુધી પહોંચી ગયો છે. રિટેલના ભાવમાં જોદરાદ તેજી જોવા મળી છે. પહેલા જ્યાં 60 રૂપિયા પ્રતિ કિલો પર ડુંગળી વેચાઈ રહી હતી. હવે રિટેલ માર્કેટ (Retail market)માં તેનો ભાવ 70-75 રૂપિયા સુધી પહોંચી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ઘર ખરીદવા ઈચ્છતા હોવ તો આ છે સૌથી મોટી ઓફર, માત્ર 3.99% વ્યાજે મળશે હોમ લોન!


મેટ્રો શહેરોમાં બેલગામ ડુંગળીના ભાવ
મંગળવારના ચેન્નાઈમાં ડુંગળીનો રિટેલ ભાવ 73 રૂપિયા પ્રતિ કિલો રહ્યો. બીજા મેટ્રો શહેરોની સરખામણીએ ચેન્નાઈમાં ડુંગળી સૌથી વધારે મોંઘી વેચાઈ રહી છે. કમોસમી વરસાદના કારણે ડુંગળીની કિંમત ઝડવથી વધી રહી છે. ડુંગળી ઉત્પાદક રાજ્યોમાંથી ઓછી સપ્લાય થવાના કારણે કિંમતોમાં તેજી જોવા મળી રહી છે.


ગ્રાહક બાબતોના મંત્રાલય (Consumer Affairs Ministry)ના આંકડા અનુસાર, દિલ્હીમાં ડુંગળી 51 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ જે ગત વર્ષ 46 રૂપિયા હતી, કોલકાતામાં 65 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ જે ગત વર્ષે 60 રૂપિયા કિલો પર હતી અને મુંબઇમાં ડુંગળી 67 રૂપિયા પ્રતિ કિલો પર વેચાઈ જ્યારે ગત વર્ષ 56 રૂપિયા કિલો હતી.


આ પણ વાંચો:- Gold Rate: આજે સસ્તું થયું સોનું, રેકોર્ડ સ્તરથી 5800 રૂપિયા ગગડ્યું


દશેરા, દિવાળી સુધી 100 રૂપિયે કિલો થશે ડુંગળી
દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સપ્લાયમાં અડચણો ઉભી થઈ અને રોકડિયા પાકની આવક પ્રભાવિત થઈ છે. આવનારા દિવસો અથવા એવું કહી શકાય કે, દશેરા અને દિવાળી સુધીમાં ડુંગળી 100 રૂપિયા પ્રતિ કિલો ઉપર જઇ શકે છે. કેમ કે, ડુંગળીનો જૂનો સ્ટોક પુરો થઈ રહ્યો છે અને નવો પાક આવતા લગભગ એક મહિનાનો સમય લાગશે.


આ કારણ છે કે, મંગળવારના દેશની સૌથી મોટો ડુંગળી બજાર લાસલગાંવ, નાસિકમાં ડુંગળીનો જથ્થો 7300 રૂપિયા પ્રતિ ક્વિંટલને પાર કરી ગઇ છે. જ્યારે ડુંગળી દિલ્હી NCR આવશે તો અહીંના જથ્થાબંધ વેપારીની પાસે ડુંગળી 84 રૂપિયા કિલોના ભાવથી આવશે, જેથી રિટેલ ભાવ 100 રૂપિયાને પાર પહોંચી શકે છે.


આ પણ વાંચો:- અમૂલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સરકાર દ્વારા મૂકાયેલા 3 સભ્યોનો વિરોધ ઉઠ્યો


લાસલગાંવ (નાસિક)માં ડુંગળીનો ભાવ 7300 રૂપિયા પ્રતિ ક્વિંટલનો ભાવ આ વર્ષનો સૌથી વધારે ભાવ છે. નાસિકમાં આ સમયે ડુંગળીની કિંમત વધીને 70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે. એક વર્ષ પહેલા આ સમયે ડુંગળી 35 રૂપિયો કિલો પર વેચાઈ રહી હતી. બજારના વેપારીઓનું માનવું છે કે, આવનારા દિવસોમાં રિટેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ 100 રૂપિયાને પાર કરી શકે છે.


કેમ મોંઘી થઈ રહી છે ડુંગળી?
થોડા દિવસથી દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી ખેતરોમાં ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે. જેના કારણે ડુંગળીના ભાવ ઊંચા જઈ રહ્યાં છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, કર્નાટકમાં પાકને નુકસાન થયું છે. સામન્ય રીતે વપરાશવાળા વિસ્તારોમાં આ સમયે કિંમતો પણ દબાવ હોય છે, પરંતુ વરસાદથી નિષ્ફળ થયેલા પાકથી સપ્લાય પર અસર પડી છે.


આ પણ વાંચો:- AMUL એ લોન્ચ કરી દૂધ અને ફ્રુટના ફ્લેવરની નવી પ્રોડક્ટ Seltzer


મંત્રાલયના આંકડા અનુસાર, દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારમાં ડુંગળીના છૂટક ભાવમાં ઘણો ઉંચો છે. ચેન્નાઇમાં ડુંગળી 70-75 રૂપિયા પ્રતિ કિલો પર વેચાઈ રહી છે. એક વર્ષ પહેલા કિંમત 33 રૂપિયા પ્રતિ કિલો હતી. દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવા અને વધતી કિંમતો પર લગામ લગાવવા માટે સરકારે ગત મહિને તેના એક્સપોર્ટ પર રોક લગાવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube