Gold Rate: આજે સસ્તું થયું સોનું, રેકોર્ડ સ્તરથી 5800 રૂપિયા ગગડ્યું

ઓગસ્ટમાં સોનાના ભાવ રેકોર્ડ  56379 ને સ્પર્શી ગયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ ત્રણ મહિનામાં સોનું 5800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું છે. 

Gold Rate: આજે સસ્તું થયું સોનું, રેકોર્ડ સ્તરથી 5800 રૂપિયા ગગડ્યું

નવી દિલ્હી: ગઈ કાલે મોંઘુ થયા બાદ આજે સોના અને ચાંદીના ભાવમાં પાછો ઘટાડો નોંધાયો છે. જો કે સોનામાં સવારથી જ એક દાયરામાં કારોબાર ચાલુ છે. ગઈ કાલે સોનું અને ચાંદી વધારા સાથે બંધ થયા હતાં. પરંતુ આજે બજાર ખુલતા જ બંને મૂલ્યવાન ધાતુઓમાં સુસ્તી સાથે વેપાર ચાલુ છે. 

સોના-ચાંદીમાં નરમાશ
હાલ MCX પર ગોલ્ડમાં ડિસેમ્બર વાયદો 150 રૂપિયાની નબળાઈ સાથે 50531 રૂપિયા પ્રતિ 10 ગ્રામ કારોબાર થઈ રહ્યો છે. ગઈ કાલે સોનું 50687 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે બંધ થયું હતું. ઓગસ્ટમાં સોનાના ભાવ રેકોર્ડ  56379 ને સ્પર્શી ગયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ ત્રણ મહિનામાં સોનું 5800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું છે. 

ચાંદીના ભાવમાં પણ સીમિત દાયરામાં કારોબાર ચાલુ છે. MCX પર ચાંદીનો ડિસેમ્બર વાયદો 200 રૂપિયા નબળાઈ સાથે 61887 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર ચાલુ છે. ગઈ કાલે ચાંદી 62095 રૂપિયાના ભાવે બંધ થઈ હતી. જો કે ઈન્ટ્રા ડેમાં ચાદી ગઈ કાલના ભાવ કરતા ઉપર ગઈ હતી પરંતુ વધુ સમય સુધી ટકી શકી નહી. 

હાજર બજારમાં સોના ચાંદી
IBJAની વેબસાઈટ મુજબ હાજર બજારમાં સોનું ગઈ કાલની સરખામણીમાં 200 રૂપિયા સસ્તુ છે. ગઈ કાલે હાજર બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 51023 રૂપિયા પર ચાલુ હતો. આજે ભાવ 50813 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. એ જ રીતે ચાંદીમાં ગઈ કાલની સરખામણીમાં ભાવ 900 રૂપિયા ઘટ્યા છે. હાજર બજારમાં ગઈ કાલે ચાંદીનો ભાવ 62540 રૂપિયા પ્રતિ કિલો હતો. જ્યારે આજનો ભાવ 61622 પર ખુલ્યો છે.  

વિદેશી બજારમાં સોના ચાંદી
ડોલરની મજબૂતાઈના કારણે વિદેશી બજારોમાં સોનું સામાન્ય ઘટાડા સાથે વેપારમાં છે. સ્પોટ ગોલ્ડમાં 1,903.16 ડોલર પ્રતિ ઔંસ સાથે વેપાર થઈ રહ્યો છે. અમેરિકામાં રાહત પેકેજની આશાના કારણે સોનામાં ઘટાડો વધુ થયો નથી. ચાંદીમાં હળવા ઘટાડા સાથે વેપાર ચાલુ છે. ચાંદી સામાન્ય ઘટાડા સાથે 24.43 ડોલર પ્રતિ ઔંસ પર છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news