મુંબઇ: જો તમે પણ ભોજનમાં ડુંગળી (Onion)નો ઉપયોગ કરો છો તો તમારી આ ટેવ મોંઘી પડી શકે છે. દેશમાં ડુંગળીની સૌથી મોટી મંડી લાસલગાવમાં ગુરૂવારે ડુંગળીના ભાવમાં 600 રૂપિયા પ્રતિ ક્વિંટલનો વધારો થયો છે. એટલે કે સોમવાર સુધી 3800 રૂપિયા ક્વિંટલમાં મળનારની ડુંગળી આજે 4400 રૂપિયા ક્વિંટલ થઇ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે ડુંગળીના નવા ભાવ?
લાસલગાવમાં ડુંગળીને ત્રણ કેટેગરીમાં વહેચવામાં આવે છે. સારી, યોગ્ય અને ખરાબ. આજે અહીં ડુંગળીની કિંમત 4400 રૂપિયા ક્વિંટલ છે. અને યોગ્ય ડુંગળીની કિંમત 3501 રૂપિયા છે. જ્યારે નાની અથવા ખરાબ ડુંગળીની કિંમત 100 રૂપિયા ક્વિંટલ છે. જાણકારોનું માનીએ તો ડુંગળીની કિંમતમાં વધારાની અસર આગામી બે-ત્રણ મહીના સુધી જોવા મળી શકે છે.


આ કારણે વધ્યા ડુંગળીના ભાવ
આ સિઝનમાં લાલ ડુંગળી આયાતમાં કરતી હતી જે કર્ણાટક અને બેંગલુરૂમાં થાય છે. પરંતુ તે વિસ્તારમાં વરસાદ થવાના કારણે પાક નષ્ટ થઇ ગયો હતો. ડુંગળીનો નવોપાક આવવામાં ઓછામાં ઓછા 2-3 મહિનાનો સમય છે. એવામાં આગામી દિવસોમાં ડુંગળીના ભાવ ચૂકવવા માટે તમારા ખિસ્સાને ઢીલું કરવું પડશે.


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube