લોકડાઉનમાં પણ ઘરે બેઠા કરી શકો છો સારી કમાણી, લોકોને આપવી પડશે આ એડવાઇઝ
તમારી આસપાસ એવા લોકો મળી જશે જે આખો દિવસ ઘરે બેસી રહે છે અને એકદમ ઠાઠથી પોતાનું પરિવાર ચલાવે છે. તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આવા લોકો ઘરે બેસીને એવું શું કરી રહ્યા છે કે જે શાનથી પોતાનો ખર્ચ ચલાવી રહ્યા છે.
નવી દિલ્હી: તમારી આસપાસ એવા લોકો મળી જશે જે આખો દિવસ ઘરે બેસી રહે છે અને એકદમ ઠાઠથી પોતાનું પરિવાર ચલાવે છે. તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આવા લોકો ઘરે બેસીને એવું શું કરી રહ્યા છે કે જે શાનથી પોતાનો ખર્ચ ચલાવી રહ્યા છે.
આજે ભારતમાં ઝડપથી ડિજિટલ ઇન્ડીયા (Digital India)માં બદલાઇ રહ્યું છે. ઇન્ટરનેટ તમામ લોકોના જીવનનો જરૂરી ભાગ બની ગયો છે. ઇન્ટરનેટ જ્યાંન લોકોનું મનોરંજન ઉપલબ્ધ કરાવી રહ્યું છે, તેમના કામ સરળ બનાવી રહ્યું છે, તો બીજી તરફ રોજગાર પણ મોટાપાયે ઉપલબ્ધ કરાવે છે. લોકડાઉન (Lockdown)એ લોકોની સમક્ષ ઘરેબેઠા કામ કરવા માટે વધુ સાધન ઉપલબ્ધ કરાવ્યા છે.
અહીં અમે તમને કેટલાક કામો વિશે જણાવી રહ્યા છીએ જેને તમે તમારી યોગ્યતા અનુસાર અપનાવીને ઘરે બેઠા સારી કમાણી કરી શકો છો.
ક્યાંયથી પણ શરૂ કરી શકો છો કામ
લોકડાઉનમાં જ્યાં સ્ટોક માર્કેટ (Stock Market) સતત ડગમગી રહ્યું છે, એવામાં લોકો સામે સમસ્યા છે કે તે પોતાના પૈસા એવી કઇ જગ્યાએ ઇન્વેસ્ટ કરે, જ્યાં પૈસા સુરક્ષિત રહેવાની સાથે થોડું રિટર્ન પણ આપી શકે.
તમે પર્સનલ ફાઇનાન્સ એડવાઇઝર (Personal finance adviser) બનીને લોકોની આ કામમાં મદદ કરી શકો છો અને તેના બદલામાં ફી લઇને પૈસા પણ કમાઇ શકો છો. આ એક એવું કામ છે જેને તમે ક્યાંથી પણ કરી શકો છો. બદ તમારી પાસે કોમ્યુટર હોવું જોઇએ. તમારી ઓફિસ ખોલવાથી માંડીને કંપનીઓ માટે પ્રોજેક્ટ બેસિસ કામ કરવાનું સામેલ છે. તેમાં તમારા ક્લાઇન્ટને મળવાનું, ટ્રાવેલિંગ અને કોન્ફન્સ અટેંડ કરવાની હોય છે. સાથે જ ક્લાઇન્ટ્સને ફાઇનાન્શિયલ એડવાઇઝ પણ આપી શકો છો. તેના માટે ફાઇનાન્શિયલ ફર્મ્સ ઓનલાઇન કામ આપે છે.
પર્સનલ ફાઇનાન્સ એડવાઇઝરનું કામ શરૂ કરવા માટે તમારી પાસે એક વિષયમાં પ્રોફેશનલ ડિગ્રી હોવી જરૂરી છે. આ કામ સારી ક્રિએટિવ સ્કિલ પર નિર્ભર કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર