નવી દિલ્હી: આધાર કાર્ડની જરૂર હવે દરેક કામ માટે પડે છે. આથી જરૂરી છે કે તમારા આધાર કાર્ડની બધી ડિટેલ્સ એકદમ યોગ્ય હોય. જન્મતિથિ, નામ, એડ્રસ વગેરે જાણકારી યોગ્ય રીતે ભરવી ખુબ જરૂરી છે. નહીં તો તમારા આધાર સંબંધિત કામ અટકી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓનલાઈન જ ઘરનું સ્થાયી એડ્રસ બદલો
આધાર કાર્ડમાં આપવામાં આવેલી જાણકારીઓમાં ઓનલાઈન જ સુધાર કરી શકાય છે જેમ કે નામ, જન્મતિથિ વગેરે પરંતુ સમસ્યા આવે છે એડ્રસ ચેન્જમાં. આ સમસ્યા મોટાભાગે એવા લોકો સમક્ષ આવતી હોય છે જે ભાડાના ઘરોમાં રહે છે. કારણ કે ઘર બદલાયા બાદ વારંવાર આધાર કાર્ડમાં કાયમી એડ્રસ બદલવું મુશ્કેલ બને છે. ભાડુઆતોની આ પરેશાની જોતા UIDAI એ એક ખાસ સુવિધા આપી છે. જેનાથી હવે લોકો ઘરે બેઠા પોતાનું એડ્રસ અપડેટ કરાવી શકે છે. 


આધાર સેન્ટર જવાની જરૂર નથી
આધાર કાર્ડમાં સ્થાયી એડ્રસ બદલવા માટે પહેલા લોકોએ આધાર સેન્ટર જવું પડતું હતું. અહીં તેમણે તે તમામ સપોર્ટિંગ ડોક્યૂમેન્ટ્સ સબમિટ કરાવવા પડતા હતા.  ત્યારબાદ જ આધાર કાર્ડમાં એડ્રસ બદલવાની અરજી થઈ શકતી હતી. પરંતુ હવે આ કામ ઘરે બેઠા ઓનલાઈન કરી શકાય છે. આ માટે આધાર સેન્ટર જવાની જરૂર નથી. 


DNA ANALYSIS: ગામડાઓમાં કેમ વધી રહ્યું છે કોરોના વાયરસનું સંક્રમણ?, આ ગ્રાઉન્ડ રિપોર્ટથી સમજો


વેબસાઈટ પર એપ્લિકેશન પ્રોસેસ
જો તમે પણ આધારકાર્ડમાં એડ્રેસ બદલાવવા માંગો છો તો તેની પ્રોસેસ એકદમ સરળ છે. 


1. સૌથી પહેલા UIDAI ની અધિકૃત વેબસાઈટ  https://uidai.gov.in/ પર જાઓ. 
2. અહીં Address Request (Online) પર ક્લિક કરો. 
3. આમ કરતા જ એક નવી વિન્ડો ઓપન થશે. અહીં Update Address ના વિકલ્પ પર ક્લિક કરો.
4. ત્યારબાદ આધાર કાર્ડ નંબર નાખીને લોગઈન કરો.
5. ત્યારબાદ તમારી પાસે જે પણ ડિટેલ્સ માંગે તે ભરી લો. 
6. તમામ ડિટેલ્સ ભર્યા બાદ  Rent Agreement ની પીડીએફ કોપી અપલોડ કરો. 
7. પ્રોસેસ આગળ વધશે એટલે તમારા મોબાઈલ પર એક OTP આવશે. 
8. OTP ભર્યા બાદ Submit નું બટન દબાવો. બસ આમ કરતા જ તમારી રિક્વેસ્ટ જતી રહેશે. થોડા દિવસ બાદ તમારું આધારમાં એડ્રસ બદલાઈ જશે. 


યાદ રાખજો કે આ પ્રક્રિયામાં તમારે રેન્ટ એગ્રિમેન્ટની જરૂર પડશે. આ એગ્રિમેન્ટમાં તમારું નામ લખેલું હોવું જોઈએ. અરજી સમયે રેન્ટ એગ્રિમેન્ટને સ્કેન કરીને તેની પીડીએફ કોપી અપલોડ કરવી પડશે. 


સેન્ટર જઈને કેવી રીતે કરાવી શકો એડ્રસમાં ફેરફાર
જો તમે ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન જ એડ્રસમાં ચેન્જ કરાવવા માંગતા હોવ તો તે માટે તમારે આધાર સેન્ટર જવું પડશે. અહીં આધાર અપડેશન કે કરેક્શન ફોર્મ ભરીને જમા કરાવવું પડશે. આ સાથે જ તમારે આધાર કાર્ડની ફોટોકોપી, પાન કાર્ડ, વોટર કાર્ડ, કે પાસપોર્ટની ફોટોકોપી લગાવવી પડશે. ફોર્મ જમા કરાવ્યાના એક અઠવાડિયા કે 10 દિવસમાં આધાર કાર્ડમાં એડ્રસ બદલાઈ જશે. 


Corona Update: રાહતના સમાચાર! 24 કલાકમાં કોરોનાના નવા કેસ કરતા રિકવર થનારા દર્દીઓની સંખ્યા વધી, જાણો લેટેસ્ટ અપડેટ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube