GST લાગૂ થયા બાદ ગુજરાત સહિત મોટા ભાગના રાજ્યોની આવકમાં ઘટાડો
બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદીની આગેવાનીમાં સાત સભ્યોની ટીમ તે તે અંદાજ કાઢશે કે આ રાજ્યોની આવક કેમ અને ક્યા કારણે ઘટી રહી છે.
નવી દિલ્હીઃ એક જુલાઈ, 2017થી જીએસટી લાગૂ થયા બાદ ઘણા રાજ્યોની આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. માત્ર છ રાજ્યોની આવકમાં વધારો થયો છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુડુચેરીને સૌથી વધુ નુકસાન થયું છે. પુડુચેરીની આવકમાં 43 ટકાનો ઘટાડો આવ્યો છે. હવે બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદીની આગેવાનીમાં સાત સભ્યોની ટીમ સમીક્ષઆ કરશે કે આ રાજ્યોની આવક કેમ અને ક્યા કારણે ઘટી રહી છે. આ સાથે કમિટી તે પણ વિચારશે કે આ રાજ્યોની આવક વધારવા માટે ક્યા ઉપાયો કરવામાં આવે?
આ રાજ્યોને થયું નુકસાન
જીએસટી લાગૂ થયા બાદ પંજાબ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, જમ્મૂ-કાશ્મીર, ઓડિશા, ગોવા, બિહાર, ગુજરાત અને દિલ્હીની કિંમતમાં ઘટાડો થયો છે. એપ્રિલ, 2018થી નવેમ્બર 2018 વચ્ચે આ રાજ્યોની આવકમાં 14-37 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
આ રાજ્યોની આવકમાં વધારો
જીએસટી લાગૂ થયા બાદ 31 રાજ્યો સરકારોમાં માત્ર આંધ્ર પ્રદેશ અને પૂર્વોત્તરના પાંચ રાજ્યો મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, સિક્કિમ અને નાગાલેન્ડની આવકમાં વધારો થયો છે.
સરકારે કરી ચુકવણી
જીએસટીમાં નક્કી કરેલા નિયમ પ્રમાણે કેન્દ્રએ રાજ્યોને તેને નુકસાનની ચુકવણી કરી છે, પરંતુ આ ઘણી વધારે છે. 2017-18 નાણાકિય વર્ષ વચ્ચે સરકારે રાજ્યોને વળતર કરીતે વર્ષમાં 48,178 કરોડ રૂપિયા આપ્યા હતા. તો એપ્રિલથી નવેમ્બર 2018 સુધી સરકારે મહેસૂલ ખાઘની ચુકવણી કરવા માટે 48,202 કરોડ રૂપિયા આપવા પડ્યા હતા.
મેળવાશે નુકસાનની જાણકારી
બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદીની આગેવાનીવાળો મંત્રીસમૂહ રાજ્યોની આવકમાં થયેલા ઘટાડા પર સમીક્ષા કરશે. આ સાથે આવક વધારવાનો પોતાની ભલામણો પણ આપશે. પંજાબના નાણાપ્રધાન મનપ્રીત સિંહ બાદલ, કેરલના નાણાપ્રધાન થોમસ ઇસાક, કર્ણાટકના ગ્રામીણ વિકાસ મંત્રી કૃષ્ણા બી. ગૌડા, ઓડિશાના નાણાપ્રધાન શશિ ભૂષણ બેહેરા, હરિયાણાના મહેસૂલ પ્રધાન કેપ્ટન અભિમન્યૂ અને ગોવાના પંચાયત પ્રધાન મૌવિન ગોડિન્હો મંત્રીસમૂહના સભ્યો હશે.