દમદાર ફિચર્સ સાથે લોન્ચ થયો Oppo A7, જાણો કેટલી છે કિંમત
ઓપ્પો એ7ને રિયલમી 2નું રિબ્રેન્ડેડ વર્જન બતાવામાં આવી રહ્યું છે, જ્યારે આના ફિચર્સ અને લુકમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી: સ્માર્ટફોન કંપની ઓપ્પોએ Oppo A7નેપાળ અને ચીનમાં લોન્ચ કરી દીધો છે. કંપનીએ ચીનમાં 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટ લોન્ચ કર્યું છે. જ્યારે નેપાળમાં આ ડિવાઇસને 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ઓપ્પો A7નને રિયલમી 2નું રિબ્રેન્ડેડ વર્જન બતાવામાં આવી રહ્યું છે, જ્યારે આના ફિચર્સ અને લુકમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે.
Oppo A7ની કિંમત
નેપાળમાં લોન્ચ કરેલા ઓપ્પે એ7ની કિંમત 35,790 રૂપિયા રાખવામાં આવ્યો છે. જેની ભારતીય કરંસીમાં કિંમત 22,332 રૂપિયા થાય છે. ચીનમાં લોન્ચ કરવામાં આવેલા ડિવાઇસની કિંમત ભારતીય બજારમાં 16,500 રૂપિયાની જેટલી થાય છે. ચીનમાં લેક લાઇટ ગ્રીન અને એમ્બર ગોલ્ડ કલરના ઓપ્શન સાથે ડિવાઇસને વેચવમાં આવશે. જ્યારે નેપાળમાં આ ગ્લેરિંગ ગોલ્ડ અને ગ્લેઝ બ્લૂ કલરના ઓપ્શનમાં વેચવામાં આવશે. ચીનમાં લોન્ચ ડિવાઇસનો સેલ 22 નવેમ્બરથી શરૂ કરી દેવામાં આવશે, જ્યારે નેપાળમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે તે અંગેની કંપની દ્વારા કોઇ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી.
Oppo A7ના ફિચર્સ
ઓપ્પો એ7માં રિયલમી 2ની જેમ જ 6.2 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. અને ડો પ્રોસેસ ની વાત કરીએ તો તેમાં સ્નૈપડ્રેગન 450 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે અટ્રેનો 506 જીપીયું પણ આપવામાં આવ્યો છે. ઓપ્પો A7માં ડ્યુઅલ કેમરા આપવામાં આવ્યા છે. અપર્ચર એફ/2.2ની સાથે 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને અપર્ચર એફ/2.4ની સાથે 2 મેગાપિક્સલનો સેકેન્ડરી સેંસર વાળો ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યો છે. આગળની બાજુએ ફોનમાં અપર્ચર એફ/2.0ની સાથે 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. જ્યારે ફોનમાં 4239 mAh બેટરી અને એન્ડ્રોઇડ 8.1 રન ઓરીયો આધારિત કલરૉસ 5.2 પર ચાલે છે