Oppo R17 Pro સ્માર્ટફોન ભારતમાં લોંચ થઇ ચૂક્યો છે. 8GB રેમ અને 128GB ઇંટરનલ સ્ટોરેજવાળા આ સ્માર્ટફોનની કિંમત 45,990 રૂપિયા છે. તેની સૌથી મોટી ખાસિયત છે VOOC ફ્લેશ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નિક. તેની મદદથી આ સ્માર્ટફોન માત્ર 10 મિનિટમાં 40% ચાર્જ થઇ જાય છે. Oppo R17 Pro માં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેંસર, 6.4 ઇંચની ફૂલ એચડી+ ડિસ્પ્લે અને 3700 mAh ની બેટરી આપવામાં આવી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ કંપનીએ Oppo R17 પણ લોંચ કર્યો જેની કિંમત 34,990 રૂપિયા રાખવામાં આવી છે. Oppo R17 Pro નું વેચાણ અમેઝોન, ફ્લિપકાર્ટ અને પેટીએમમોલ સહિત ઘણા ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર્સ પર હશે. તમને જણાવી દઇએ કે Samsung પણ તે પહેલાં 3 રિયર કેમેરાવાળા સ્માર્ટફોન ભારતમાં લોંચ કરી ચૂકી છે. 

માત્ર 6 મિનિટમાં વેચાઇ ગયા 2 લાખ ફોન, સ્ટોક પુરો થઇ જતાં સાંજે ફરી શરૂ થશે સેલ


Oppo R17 Pro ની સાથે મળી રહી છે આ ઓફર
જો તમે HDFC Bank ના કાર્ડ દ્વારા Oppo R17 Pro ની ખરીદી કરો છો તો તમે 10% કેશબેક મળશે. રિલાયંસ જિયો દ્વારા 4,900 રૂપિયાનો ફાયદો મળશે, સાથે જ 3.2TB 4G ડેટા પણ મળશે. આ સ્માર્ટફોનની સાથે વન ટાઇમ સ્ક્રીન રિપ્લેસમેંટની ગેરેન્ટી અને નો કોસ્ટ ઇએમઆઇનો ઓપ્શન પણ છે. એક્સચેંજ પર 2,000 રૂપિયાનું એકસ્ટ્રા ડિસ્કાઉંટ મળશે. 

Debit Card થઇ જશે બેકાર, સ્માર્ટફોનના કેમેરા વડે ATM માંથી નિકાળી શકશો પૈસા


Oppo R17 Pro ના ફિચર્સ અને સ્પેસિફિકેશંસ
ડુઅલ સિમવાળો Oppo R17 Pro એંડ્રોઇડ 8.1 ઓરિયો પર આધારિત ColorOS 5.2 પર કામ કરે છે. તેમાં એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે સાથે જ વોટરડ્રોપ નોચ પણ આપવામાં આવી છે. ડિસ્પ્લે પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 6 પ્રોટેક્શન છે. સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 710 ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. 

સીએમે લોંચ કરી એપ્સ: હવે તમારા રસોડામાં વપરાયેલા Cooking Oil માંથી બનશે સ્વચ્છ ઇંધણ


Oppo R17 Pro નો કેમેરા
Oppo R17 Pro ના રિયર સાઇડમાં ત્રણ રિયર કેમેરા મળશે. એક સેંસર 12MP, બીજું સેંસર 20MP અને ત્રીજું સેંસર TOF 3D સ્ટીરિયો કેમેરા છે. રિયર કેમેરા સેટઅપ ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબલાઇજેશન, ડુઅલ પિક્સલ પીડીએએફ અને અલ્ટ્રા નાઇટ મોડ સાથે આવે છે. સેલ્ફીના શોખીનો માટે Oppo R17 Pro માં f/2.0 અપર્ચરવાળો 25MP નો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.