ધૂમ મચાવી રહ્યો છે આ રેલવે શેર, સતત આઠમાં દિવસે અપર સર્કિટ, ઈન્વેસ્ટરો માલામાલ
શેર બજારમાં છેલ્લા કેટલાક દિવસથી સતત તેજી જોવા મળી રહી છે. ઘણા સ્ટોકે ઈન્વેસ્ટરોને મોટી કમાણી કરાવી છે. જેમાંથી રેલવે સાથે જોડાયેલો એક શેર છે. આ કંપની ઓરિએન્ટલ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેમાં સતત આઠમાં દિવસે અપર સર્કિટ લાગી છે.
નવી દિલ્હીઃ Oriental Rail Infrastructure share: રેલવે સેક્ટર સાથે જોડાયેલી કંપની ઓરિએન્ટલ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ORIL)ના શેરમાં તેજીનો સિલસિલો યથાવત છે. સપ્તાહના બીજા દિવસે મંગળવારે એકવાર ફરી શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. આ સતત આઠમો કારોબારી દિવસ છે, જ્યારે શેરમાં અપર સર્કિટ લાગી છે. શેરની ક્લોઝિંગ પ્રાઇઝ 235.35 રૂપિયા હતી. આ શેરનો 52 સપ્તાહનો હાઈ પણ છે.
ક્યારે કેટલું રિટર્ન
ડિસેમ્બરના મહિનામાં અત્યાર સુધી કંપનીની શેર પ્રાઇઝ 123 રૂપિયાના સ્તરથી 91 ટકા વધી ગયો છે. મે 2023માં શેર 33.50 રૂપિયા પર હતો. આ શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર પણ છે. ત્યારથી કિંમત પ્રમાણે જુઓ તો છેલ્લા છ મહિનામાં આ સ્ટોકે 450 ટકાનું રિટર્ન આપ્યું છે. સ્ટોકે છેલ્લા છ મહિનામાં 442 ટકાનું રિટર્ન આપ્યું છે, તો ત્રણ મહિનામાં તેમાં 180 ટકાથી વધુની તેજી આવી છે. નોંધનીય છે કે 21 ડિસેમ્બરે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગ યોજાઈ હતી.
આ પણ વાંચોઃ 2024 રોકાણકારો પર નાણાંનો વરસાદ કરશે, લાઈનમાં ઉભા છે 60,000 કરોડના IPO, જાણો વિગત
મળ્યો મોટો ઓર્ડર
ઓરિએન્ટલ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ર લિમિટેડને હાલમાં ભારતીય રેલવે પાસેથી 485 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. તે હેઠળ કંપની 1,200 BOXNS વેગનોનું નિર્માણ અને આપૂર્તિ કરશે. આ ઓર્ડર 31 ડિસેમ્બર, 2025 સુધી પૂરો થવાની આશા છે.
શું છે નાણાકીય સ્થિતિ
ઓરિએન્ટલ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નાણાકીય સ્થિતિની વાત કરીએ તો તેના રેવેન્યૂમાં વર્ષ દર વર્ષ 96 ટકાનો વધારો થયો છે. તે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં છેલ્લા 58.29 કરોડ રૂપિયાથી વધી 114.76 કરોડ રૂપિયા થઈ ગયું. જૂન ક્વાર્ટરમાં રૂ. 92.81 કરોડની સરખામણીમાં આવકમાં 23 ટકાનો વધારો થયો છે. આ સિવાય કંપનીના નફામાં વાર્ષિક ધોરણે 39 ટકાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે પ્રમોટર કંપનીમાં 57.85 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે સામાન્ય લોકો 42.15 ટકા હિસ્સો ધરાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube