2024 રોકાણકારો પર નાણાંનો વરસાદ કરશે, લાઈનમાં ઉભા છે 60,000 કરોડના IPO, લિસ્ટમાં સામેલ છે આ કંપનીઓ

IPO in 2024 : શેર બજારમાં રોકાણ કરો છો તો પૈસા તૈયાર રાખો. વર્ષ 2024 શરૂ થતાં તમને દમદાર રિટર્ન મળશે. આગામી વર્ષે 57 કંપનીઓ બજારમાં પોતાના આઈપીઓ ઉતારવાની તૈયારીમાં છે. તેમાંથી કેટલીક મોટી કંપનીઓ પણ સામેલ છે. 
 

2024 રોકાણકારો પર નાણાંનો વરસાદ કરશે, લાઈનમાં ઉભા છે 60,000 કરોડના IPO, લિસ્ટમાં સામેલ છે આ કંપનીઓ

નવી દિલ્હીઃ ભારતીય શેર બજાર (Indian Share Market)આ સમયે શિખર પર છે. વિશ્વની કોઈ અન્ય ઈક્વિટી માર્કેટમાં એટલી તેજી જોવા મળી રહી નથી જેટલી ભારતીય બજારમાં છે. તેનો ફાયદો ઈન્વેસ્ટરોની સાથે કંપનીઓ પણ ઉઠાવી રહી છે. બજારમાં ચાલી રહેલી તેજી અને ઈન્વેસ્ટરના મનમાં વધતા વિશ્વાસનો લાભ ઉઠાવવા નવી-નવી કંપનીઓ એક બાદ એક આઈપીઓ ઉતારી રહી છે. 2023ના છેલ્લા કારોબારી સપ્તાહમાં ઓછામાં ઓછી 8 કંપનીઓએ ખુદને બજારમાં લિસ્ટ કરાવી છે. હવે નજર 2024 પર છે, જ્યાં 60 હજાર કરોડ રૂપિયાથી વધુના આઈપીઓ બજારમાં આવવાની તૈયારીમાં છે.

ભારતીય શેર બજારની તેજીનો અંદાજ તે વાતથી લગાવી શકાય છે કે વર્ષ 2023માં સેન્સેક્સે 10 હજારથી વધુ પોઈન્ટની તેજી હાસિલ કરી છે. 2 જાન્યુઆરી 2023ના વર્ષના પ્રથમ કારોબારી સત્રમાં સેન્સેક્સ 327 પોઈન્ટ વધી 61,167 પર બંધ થયો હતો. તો 26 ડિસેમ્બરે સેન્સેક્સ 71336 પોઈન્ટ પર બંધ થયો છે. એટલે કે આ વર્ષે સેન્સેક્સમાં 10 હજાર પોઈન્ટની તેજી જોવા મળી રહી છે. તેનો ફાયદો ઉઠાવવા માટે આશરે 57 કંપનીઓ પોતાનો આઈપીઓ ઉતારવાની તૈયારીમાં છે. 

2023માં બન્યો રેકોર્ડ
વર્ષ 2023 આઈપીઓના મામલામાં ખાસ રહ્યું, કારણ કે સંખ્યાની દ્રષ્ટિએ જોવામાં આવે તો 13 વર્ષમાં બીજીવાર સૌથી વધુ આઈપીઓ લાવવામાં આવ્યા. આ દરમિયાન 57 કંપનીઓએ આશરે 49 હજાર કરોડ રૂપિયા ભેગા કર્યાં છે, જે 2010 બાદ બીજી સૌથી મોટી સંખ્યા છે. આ પહેલા 2021માં 63 કંપનીઓએ બજારમાં આઈપીઓ લોન્ચ કર્યાં હતા. 

કેમ ખાસ છે વર્ષ 2024
બજારથી પ્રાપ્ત આંકડા જોઈએ તો ખ્યાલ આવે છે કે 2024માં આશરે 58 કંપનીઓ પોતાના આઈપીઓ ઉતારવાની તૈયારીમાં છે. તેમાંથી 27 કંપનીઓને સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે. આ કંપનીઓ 29 હજાર કરોડ રૂપિયા ભેગા કરશે. આ સિવાય અન્ય 29 કંપનીઓ મંજૂરી લેવાની પ્રતીક્ષામાં છે. આ કંપનીઓએ બજારમાંથી 34 હજાર કરોડ ભેગા કરવાના છે.

કઈ કંપનીઓ પર રહેશે નજર
માર્કેટમાં પૈસા લગાવનાર આતુરતાપૂર્વક વર્ષ 2024ની રાહ જોઈ રહ્યાં છે. તેમાં ઘણી મોટી કંપનીઓના આઈપીઓ સામેલ છે. Ola Electric, Swiggy અને FirstCry જેવી કંપનીઓનો કસ્ટમર ગ્રોથ સારો છે અને ઈન્વેસ્ટરોને આ શેરમાં ખુબ મોટી આશા છે. આ ત્રણ કંપનીઓ બજારમાંથી 4 હજાર કરોડ રૂપિયા ભેગા કરવાની તૈયારીમાં છે. 

શું કહે છે નિષ્ણાંત
બજાર વિશ્લેષકોનું માનવું છે કે 2024ના પ્રથમ છ મહિનામાં બજારમાં જોરદાર તેજી જોવા મળી શકે છે. તેનું કારણ વ્યાજદરોમાં ઘટાડો જણાવવામાં આવી રહ્યો છે. વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકી કેન્દ્રીય બેન્ક ફેડ રિઝર્વની સાથે ભારતીય રિઝર્વ બેન્ક પણ આગામી વર્ષના પ્રથમ છ મહિનામાં વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. તેનો ફાયદો શેર બજારને મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news